ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડીએ આજે ભારતીય કોસ્ટ ગાર્ડ સાથેના સંયુક્ત ઓપરેશન દરમિયાન રાજ્યના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં પાકિસ્તાની માછીમારીની બોટમાંથી રૂ. 200 કરોડની કિંમતનું 40 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. એટીએસના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે છ પાકિસ્તાની નાગરિકો, બોટના ક્રૂના સભ્યોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
કોસ્ટ ગાર્ડ અને એટીએસની સંયુક્ત ટીમે કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક દરિયામાં માદક દ્રવ્ય વહન કરતી ફિશિંગ બોટને અટકાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે હેરોઈનને ગુજરાતના દરિયાકાંઠે લેન્ડ કર્યા બાદ તેને રોડ મારફતે પંજાબ લઈ જવાનું હતું. એક સૂચનાના આધારે અમે પાકિસ્તાનની બોટને અટકાવી અને છ પાકિસ્તાની નાગરિકોને પકડી પાડ્યા જેમની પાસેથી 40 કિલો હેરોઈન મળી આવ્યું. એટીએસ અને કોસ્ટ ગાર્ડના અધિકારીઓ જપ્ત કરાયેલી બોટ સાથે આજે જખૌ કિનારે પહોંચે તેવી અપેક્ષા છે એમ તેમણે જણાવ્યું હતું.