આમ તો ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે અને ઘણી જગ્યાએ 100 ટકા કરતાં પણ વધારે વરસાદ પડી ગયો છે. ત્યારે સવાલ એ પણ છે કે એ જગ્યાઓનું શું કે જ્યાં હજુ પણ વરસાદ નથી પડી રહ્યો અને ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. એવો જ એક જિલ્લો એટલે કે ગીરસોમનાથના કોડીનારના દુદાણા ગામ.
ગીરસોમનાથના કોડીનારના દુદાણા ગામની જ્યાં વરસાદ ખેંચાતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. પિયત કરવામાં ખેડૂતોએ મહામહેનત કરવી પડી રહી છે. ગીર સોમનાથના ખેડૂતોની વ્યથા સાંભળીને ભારે વરસાદ તો પડ્યો પણ હજુ ખેડૂતોને પાક બચાવવા માટે કરવી પડે છે મથામણ. પહેલા સતત વરસાદ પડતા ગીરના ખેડૂતોના પાક લીલા દુકાળના કારણે બગડી ગયો. ખેતરોમાં ન તો નિંદામણ થયું. ન પાકમાં ખેડ થયું.
હવે છેલ્લા 10 દિવસથી વરસાદ ખેંચાતા હવે મગફળીના ખેડૂતો પિયત દ્વારા પાક બચાવવા માટે પોતાનો જીવ રેડી રહ્યાં છે. આ મામલે જ્યારે ખેડૂતો સાથે વાત કરી ત્યારે ખેડૂતોએ એવું કહ્યું કે ગીર વિસ્તારમાં આ વર્ષે કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિી છે જેના કારણે નુકસાન થયું છે. જો કે છેલ્લા 10થી વધુ દિવસ થયા પણ વરસાદ નથી પડ્યો. જેના કારણે પાક હવે સુકાવા લાગ્યો છે. અને હાલનો સમય એવો છે કે મગફળી જેવા પાકને પિયત આપવી પડે.
પિયત ન આપી શકીએ તો પાક સુકાઇ જાય છે. જેના કારણે ઉત્પાદનમાં પણ ખેડૂતોને કંઇ નથી મળતું. કૂવામાં પાણી તો છે પણ વીજળીના ધાંધિયા છે. જેના કારણે સમયસર પિયત નથી કરી શકાતું. ત્યારે હાલ તો કૂવાઓમાં તળ ઉપર છે એટલે ખેડૂતોને મુશ્કેલી ઓછી છે પરંતુ જો હજુ પણ વરસાદ લંબાશે તો ખેડૂતોની મુશ્કેલી વધશે.