અમદાવાદમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ઢોર પકડ પાર્ટી અને માલધારીઓની બબાલ થતા હાર્ટ એટેકથી એક માલધારીનું મોત થયું છે. આખા શહેરમાં હલ્લાબોલ થઈ ગઈ છે. બબાલમાં માલધારી સમાજના એક વ્યક્તિનું મોત થતાં ચારેકોર આક્રોશ ફાટી નીકળ્યો છે.
તો વળી હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત થયાનો માલધારીઓ આક્ષેપ કરી રહ્યા છે. આ વાતને લઈ હવે પરિવાર મૃતદેહ લઇને ઉસ્માનપુરા AMC ઓફિસ પહોંચ્યો છે. માલધારીઓ કોર્પોરેશનની કચેરીમાં ઘૂસ્યા છે. તેમાં કોર્પોરેશનની કચેરી પર માલધારીઓએ હલ્લાબોલ કર્યો છે.
કેનેડામાં રહેતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો, શું ટાળવું એ પણ જાણી જ લો
આંધી તોફાન સાથે ભારે વરસાદની શક્યતા, IMD એ આગામી 5 દિવસ માટે હવામાનની સ્થિતિ વિશે જણાવ્યું
અધિકારીએ વૃદ્ધને માર માર્યો હતો એવો પણ પરિવાર દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. માર મારતા વૃદ્ધ બેભાન થયા હતા. હોસ્પિટલમાં લઇ જતા મૃત જાહેર કર્યા હતા. અમારા મકાન પાડવા માટે JCB લગાવ્યા હતા. અમારી દુકાનો તોડી પાડી હતી.. આવી અનેક પ્રકારની વાતો માલધારી સમાજ દ્વારા બહાર પાડવામાં આવી રહી છે. હાલમાં સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.