રાજ્યનું એક તાલુકાનું એવું વડુ મથક છે કે જ્યાં પવનના સૂસવાટા સાથે અંધારપટ છવાઇ જાય છે જેમાં ભૂલ કોની તે એક સવાલ બની ગયો છે. રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સાંજ પડેને વાતાવરણમાં પલટો આવે છે.
આ સાથે જ વીજપુરવઠો ખોરવાઈ જાય છે. જો કે કેટલાક વિસ્તારોમાં લાઈટો ચાલુ થઈ જાય છે તો કેટલાક વિસ્તારોના લોકો અંધકાર આલોચવા મજબૂર બની જાય છે.
અમીરગઢ એ તાલુકાનું વડુ મથક છે. ત્યારે તાલુકાના વડા મથકે છેલ્લા કેટલાક દિવસોથી વીજળીના ધાંધિયાને લઈ લોકો કાળજાળ ગરમીમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે. વીજ કંપની માત્રને માટે લાઈનો ફોલ્ડમાં હોવાનું જણાવી રહ્યું છે.
આ પણ વાંચો
પવનના સૂસવાટા સાથે અમીરગઢ સહિત કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં અંધારપટ છવાઈ જતા લોકો ગરમી, મચ્છરોનો ઉપદ્રવ તેમજ અંધારા વચ્ચે અનેક પરેશાનીનો સામનો કરવા મજબૂર બન્યું છે.