આજે વલસાડમાં સુશાસનના ૮ વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ પેટ્રોલ-ડીઝલની અછતને લઇે નિવેદન સામે આપ્યું છે. તેમણે કહ્યું કે, ઈંધણની અછત માત્ર અફવા છે. અત્યારે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઈંધણ ઉપલબ્ધ છે. વધુમાં તેમણે કહ્યું કે, સરકારે વીજ કટોકટી મામલે જે પ્રકારે પગલાં ભર્યા છે, તે પ્રકારે આ મુદ્દે પણ સરકાર પ્લાનિંગ કરી રહી છે. અત્યારે રાજ્યમાં ઈંધણની કોઈ પ્રકારની અછત નથી. જેથી લોકોએ આ પ્રકારની અફવાથી દૂર રહેવું જાેઈએ.
ખાડી દેશોએ ભારતને ઈંધણ આપવાનો ઈન્કાર કરી દીધો હોવાની લોકોમાં અફવા ફેલાઈ હતી. જે બાદ આજે ફ્ફની ટીમે અમદાવાદના પેટ્રોલ પંપ પર રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં અમદાવાદના કેટલાક પેટ્રોલ પંપો પર પેટ્રોલનો જથ્થો ખૂટ્યો હોવાનું સામે આવ્યું છે. માનસી સર્કલ પરના પંપ પર પેટ્રોલનો સ્ટોક ખુટ્યો છે. છેલ્લા ૨ દિવસથી પંપ પર પેટ્રોલનો સ્ટોક આવ્યો નથી.પેટ્રોલ ન હોવાથી લોકો ધક્કા ખાઈ પરત ફરી રહયા છે.
પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા પેટ્રોલ વિતરણ હાલ આ પંપ પર બંધ કરવામાં આવ્યું છે.છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલને લઇ અનેક અટકળો ચાલી રહીં છે તેમાં અમદાવાદમાં ગણ્યા ગાંઠ્યા પેટ્રોલ પંપ પર જ અછત સર્જાઇ હોય તેવુ લાગી રહ્યું છે. આજે પાલનપુર માં આવેલા પેટ્રોલ પંપ પર ફ્ફએ રિયાલિટી ચેક કર્યું જેમાં પાલનપુર આબુ હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પેટ્રોલ પૂરતા પ્રમાણ માં હોવાનું સંચાલકો એ જણાવ્યું હતું.
હાલ માં પેટ્રોલ પંપ ઉપર ડીઝલ નું વેચાણ ચાલુ છે.કોઈ પણ પ્રકારની તકલીફ નથી. જે ગ્રાહકો આવે છે તેમને પૂરતું ડીઝલ મળે રહે છે..વાહન ચાલકો એ પણ જણાવ્યું કે અમુક પેટ્રોલ પંપ ઉપર જ ડીઝલ પેટ્રોલ નથી મળતું તેવી વાતોથી બજાર ગરમ થઈ રહ્યું છે. છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં પેટ્રોલ-ડીઝલને લઈને અફવાઓનું બજાર ગરમાયું છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ ખૂટ્યું હોવાની અફવાઓ વચ્ચે પેટ્રોલ-ડીઝલને લઇને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે.
આણંદ જિલ્લાના ૬૦ ટકા પંપો પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો ન હોવાના બોર્ડ લાગ્યા છે. પેટ્રોલ-ડીઝલના અપૂરતા જથ્થાને લઈને અંદાજીત ૩૦ લાખ વાહન ચાલકો પ્રભાવિત થયા છે. અપૂરતા જથ્થાને લઈ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી ગઇ છે. બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં પણ ડીઝલની શોર્ટેજથી ખેડૂતો પરેશાન થઇ ગયા છે. જિલ્લાના ૫ ટકા પંપો પર જ ડીઝલ હોવાથી પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો લાગેલી જાેવા મળી રહી છે. વાવણીના સમયે જ ડીઝલ ખૂટતા ખેડૂતોમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે.
અમરેલી, અમદાવાદની માફક અરવલ્લીમાં પણ પેટ્રોલ-ડિઝલની તંગીની અફવા વહેતી થતાં પેટ્રોલ પંપ પર લોકો ઉમટી પડ્યા હતા. વાહનચાલકો અને ખેડૂતોએ પેટ્રોલ-ડીઝલ લેવા દોટ લગાવી હતી. જેને પગલે માલપુરના ગોવિંદપુર પાસે પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. જેમાં ખાસ ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. કારણ કે, એક બાજુ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે.
જેથી ખેતીમાં વાવેતર સહિતના કામની મોસમ પૂરબહારમાં ખીલી છે. આવા ખરા ટાણે જ ડીઝલની તંગીની અફવાએ જાેર પકડતા ખેડૂતો ટ્રેક્ટર, બાઇક પર પ્લાસ્ટિકના ડ્રમ લઇ પેટ્રોલ-ડિઝલ ખરીદવા ઉમટી પડ્યા હતા. બે દિવસ અગાઉ એટલે કે ગત તા. ૧૨ ના રોજ ખાડી દેશ દ્વારા ભારતને ઈંધણ આપવાના ઈન્કારની અફવાને પગલે મોડી રાત્રે અમદાવાદ સહિત અન્ય જિલ્લાના પેટ્રોલપંપ પર લાંબી લાઇન લાગી હતી.આગામી ચાર દિવસ સુધી પેટ્રોલ પંપ પર પેટ્રોલની સપ્લાય અટકી જશે તેવા બનાવટી મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
જેને પગલે ગઇકાલે મોડી રાત્રે આશ્રમ રોડના નહેરૂ બ્રીજ, પાલડી અને છઁસ્ઝ્ર પાસેના પેટ્રોલ પંર ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ વાહનો લઇને લાંબી કતારો કરી દીધી હતી. મોડી રાતથી લોકો પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર અને કાર લઇને એકઠા થવા લાગ્યા હતા.જેંને લઈને રસ્તા પર ટ્રાફિક જામ થાય તે રીતે વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ હતી. જાે કે, પેટ્રોલ પંપના સંચાલકોએ જણાવ્યું હતું કે, પેટ્રોલનો પુરવઠો યથાવત છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગત તા.૧૧ ના પણ અમરેલીના સાવરકુંડલામાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ પુરાવવા વાહનચાલકોની લાંબી કતારો જાેવા મળી હતી. સાઉદી અરબ અને કુવૈતથી ભારતને પેટ્રોલ નહીં મળવાની અફવાઓ વાયુવેગે પ્રસરતા મધરાત્રે ભારે અફડાતફડી મચી જવા પામી હતી. પેટ્રોલ પંપ બંધ રહેવાની અને પેટ્રોલ મોંઘું થવાની વાત વહેતી થતાં સાવરકુંડલામાં મોટાભાગના પંપ પર મધરાતે લોકો દોડી આવ્યા હતા. અફવાને પગલે લોકોએ ઊંઘમાંથી ઊઠી વાહનો લઇ પેટ્રોલ પંપ પર દોટ મૂકી હોય તેવો ઘાટ સર્જાયો હતો.બીજી તરફ પેટ્રોલ પંપ પર મધરાતે એકસામટો ઘસારો જાેવા મળતા પેટ્રોલ પંપ માલિકો અને કર્મચારીઓ પણ અચરજ પામી ગયા હતા