દારૂબંધી હોવા છતા પણ રાજયમાથી દારૂ મળી આવવાના કેસ સતત સામે આવતા રહ્યા છે. ઉમરા પોલીસે પીપલોદ સુડા આવાસ પાસેથી વધુ એક દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી હતી. ઉમરા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી જે બાદ તપાસ હાથધરી હતી. સર્ચ કરતા એક ઇસમ પીપલોદ સ્થિત સુડા આવાસના પાર્કિંગમાં બોલેરો કેમ્પર ફોરવ્હીલમાં દારૂનો વેચાણ કરતો હતો.
પ્રદેશ કોંગ્રેસની મહિલા મોરચાની પૂર્વ ઉપપ્રમુખ મેઘના પટેલની સંડોવણી
આ બાદ પોલીસે દરોડો પાડ્યો જ્યા કારમાં બનાવેલા ચોર ખાનામાંથી દારૂનો જત્થો નીચે ઉતારી રહેલો એક શખ્સ મલ્યો જે લલિત જગદીશભાઈ બોરસલીવાલાની ધરપકડ કરી લેવાઈ.
10.71 લાખનો મુદામાલ મળી આવ્યો
આ સાથે એક મોટો ખુલાસો થયો છે કે પ્રદેશ કોંગ્રેસની મહિલા મોરચાની પૂર્વ ઉપપ્રમુખ મેઘના પટેલની આ આખી ઘટનામા સંડોવણી છે. મળતી માહિતી મુજબ સુરત પોલીસે મેઘના પટેલની કરી છે. આ સાથે 10.71 લાખનો મુદામાલ પણ મળી આવ્યો છે.
આવતા 7 મહિના આ 5 રાશિઓના લોકોને બખ્ખાં જ બખ્ખાં, પૈસાની ભૂખ હોય તો ચિંતા ન કરો, શનિ ધનવાન બનાવી દેશે
તમે પણ હથેળી પર ચેક કરી લો, જો વિષ્ણુ રેખા હશે તો સમજો બેડો પાર, એટલા પૈસા આવશે કે જમાનો સલામ કરશે
પોલીસે કારમાંથી 7.65 લાખનો દારૂ, 3 લાખની ફોરવ્હીલ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ 10.71 લાખની મત્તા કબજે કરી હોવાના સમાચાર છે. તપાસ દરમિયાન એ વાતનો પણ ખુલાસો થયો છે કે દારૂનો જત્થો મેઘના પટેલે મંગાવ્યો હતો જે પ્રદેશ કોંગ્રેસની મહિલા મોરચાની પૂર્વ ઉપપ્રમુખ છે. હાલ કોંગ્રેસ દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામા આવી છે.