BREAKING: અમદાવાદમાં ભારે વરસાદનાં કારણે રવિવારે યોજાનાર સહાયક સબ ઇન્સ્પેકટર એસ્ટેટ- TDOની પરીક્ષા મોકુફ રાખવામાં આવી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં સહાયક સબ ઇન્સ્પેકટર એસ્ટેટ-ટીડીઓની જગ્યા માટેની લેખિત પરીક્ષા (MCQ-TEST) 23 જુલાઇના રોજ રવિવારના રોજ સવારે 10.30 લેવામાં આવનાર હતી પરંતુ, આજે અતિભારે વરસાદ હોવાના કારણે પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. ભરતી બોર્ડ લેખિત પરીક્ષાનું પુનઃઆયોજન કરવા અંગેની વિગતવાર જાણ ટુંક સમયમાં કરશે તેવું પણ જણાવ્યું છે.

સહાયક સબ ઇન્સ્પેકટર એસ્ટેટ-ટીડીઓની જગ્યા માટેની લેખિત પરીક્ષા તારીખ 23 જુલાઈ 2023ને રવિવારના રોજ 10.30 કલાકે લેવાની હતી પરંતુ અતિભારે વરસાદ હોવાના કારણે આ પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ભરતીનો જાહેર ખબર ક્રમાંક:03/2022-23 તા:15/03/2023 છે. બોર્ડ વધુમાં જણાવ્યું છે કે, લેખિત પરિક્ષાનું પુન:આયોજન કરવા અંગેની વિગતવાર જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે અને જેની લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવી.

અમદાવાદ શહેરમાં સાંજે છ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના બોપલ એસજી હાઇ-વે મકતનપુરા અને વેજલપુર તેમજ મેમકો નરોડા રોડ ઉપર એક કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. શહેરમાં છેલ્લા એક કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

રખિયાલ, ગોમતીપુર, સરસપુર રોડ, જોધપુર, બોડકદેવ, માનસી ચાર રસ્તા, પકવાન, સેટેલાઈટ, શિવરંજની, શ્યામલ, ઇસ્કોન સહિતના વિસ્તારોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. નિકોલ, નરોડા, ગોતા, સરખેજ, જમાલપુર, લાલદરવાજા આસ્ટોડિયા, કોતરપુર, સરદારનગર સહિતના વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સસ્તા થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના

ખરેખર તો 200 રૂપિયે કિલો ટામેટા એ ઘણા સસ્તા કહેવાય, જાણો શું કહે છે સરકારી આંકડા? તમારું મગજ ફરી જશે

180 દિવસ, 146 બાળકો, આ સરકારી હોસ્પિટલ કેમ બની રહી છે માસૂમોનું મોતનો કાળ? જાણો અજીબ કારણ

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડતાની સાથે જ શહેર પાણી પાણી થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે વાહનો પાણીમાં ડૂબી ગયા છે. કરોડો રૂપિયાના ખર્ચ ડ્રેનેજ લાઈન અને ગટરની સફાઈ પાછળ કરવામાં આવે છે પરંતુ પ્રિમોન્સૂનના ધજાગરા ઉડાવતી પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં જોવા મળી છે. બે ઇંચ વરસાદમાં જ શહેરના વિવિધ વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે.


Share this Article