હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. શનિવારે સવારથી સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ઉનાળાની ઋતુમાં કેરીના સારા ભાવ ઇચ્છતા ખેડૂતોનો રોવાનો વારો છે. જૂનાગઢમાં અવિરત વરસાદના કારણે માર્કેટીંગ યાર્ડમાં હરાજી વહેલી શરૂ કરવી પડી હતી.
કેરીના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન
વરસાદમાં કેરીના બોક્સ ભીંજાયા હતા જેના કારણે ખેડૂતોને ભારે વરસાદ વચ્ચે હરાજી કરવી પડી હતી. માર્કેટિંગ યાર્ડમાં લાવવામાં આવેલી કેરીના 15 હજાર બોક્સ ભીના થઈ ગયા હતા. માર્કેટીંગ યાર્ડમાં તલ, રાવણ, ચીકુ જેવા પાકોને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આગામી દિવસોમાં ખેડૂતો પોતાના બગીચામાં કેરીને કેવી રીતે સાચવે છે તે જોવાનું રહેશે. કેરીના પાકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોય ત્યારે વહેલી તકે સહાય પૂરી પાડવા કેરીના બગીચાના ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે.
6 કલાકમાં 60 થી વધુ તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 6 કલાકમાં ગુજરાતમાં 60 થી વધુ તાલુકાઓમાં વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના ગોંડલ, મોરબી અને ધ્રોલમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જામનગર, જામકંડોરણા, કોટડા સાંગાણી અને માંગરોળમાં 1.25 ઈંચ વરસાદ નોંધાયો છે. શનિવારે પડેલા કમોસમી વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. ભાવનગર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં કમોસમી વરસાદ નોંધાયો હતો.
હવે જો હેડફોન વગર વીડિયો જોયા તો 5000 રૂપિયાનો દંડ અને 3 મહિનાની જેલ, ફટાફટ જાણી લો નવો નિયમ
હીટવેવને કારણે અર્થતંત્ર બરબાદ થઈ જશે! રિપોર્ટ જોઈને આખો દેશ હચમચી ગયો, બ્લેક આઉટનો સૌથી મોટો ભય
ઉનાળામાં ચોમાસા જેવું વાતાવરણ
અમદાવાદના ધોળકામાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ વહેલી સવારે 1.5 ઈંચ જેટલો વરસાદ પડતા ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગોંડલના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થયા છે. શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા. ગોંડલ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ, ગીરમાં પણ ભારે વરસાદ થયો છે. રાજકોટમાં પણ વહેલી સવારે વરસાદ પડ્યો હતો અને વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.