Okha Port Fire: એક તરફ બિપોરજોય વાવાઝોડાના લેન્ડફોલની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે બીજી તરફ ઓખા બંદરે આગ લાગવાની દુર્ઘટના સર્જાઈ છે.મળેલી માહિતી મુજબ , ઓખા બંદરે રાખવામાં આવેલા કોલસાના ઢગલામાં ભીષણ આગ લાગી છે.
આ આગ ભારે પવનને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભારે પવનને કારણે કોલસામાં ઘર્ષણને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
એકબાજુ બિપોરજોય વાવાઝોડાના કારણે ઓખા બંદરે ઊંચા મોજા ઉછળી રહ્યા છે, તો બીજી તરફ જેટ્ટી પર કોલસાના ઢગલામાં આગ લાગી છે.
આ પણ વાંચો
હે કચ્છવાસીઓ સાવધાન થઈ જાઓ, આગામી 5 કલાક આંખ સામે તબાહી મચી જશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું
બિપોરજોય વાવાઝોડાની લેન્ડફોલની પ્રકિયાની શરૂઆત થઈ ચૂકી છે. જે આગામી પાંચ કલાક સુધી ચાલશે. ત્યારે દ્વારકા અને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.