લવ અફેરના અનેક કિસ્સા સામે આવતા રહે છે ત્યારે હવે સુરતની આ અજીબ ઘટના સામે આવી છે અને આખા ગુજરાતમા એમની ચર્ચા કરવામાં આવી રહી છે. વાત જાણે કે એમ છે કે સુરતના ડિંડોલીમાં પાંચ વર્ષ પહેલા લગ્ન થઇ ગયા હોવા છતાં પત્નીએ ફટાફટ બીજા લગ્ન ગોઠવ્યા અને એ જ ટાણે પતિ મુંબઈથી સુરત પહોંચ્યો હતો અને પોલીસને જાણ કરી લગ્ન રોકાવી દીધા હતા. લગ્ન રોકાવાની સાથે સાથે પત્ની સહિતના પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો પણ હાલમાં દાખલ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.
સુરતમાં એવું બન્યું કે પત્ની બીજા લગ્ન કરવા જઇ રહી હતી અને આ વાતની જાણ પતિને થઈ ગઈ. પતિ ત્યારે મુંબઇ હતો. તે સીધો સુરત લગ્નના મંડપમાં પહોંચી ગયો. જ્યારે પત્નીના પિયરપક્ષે ધમકી આપી તો પણ પતિએ પાછી પાની ન કરી અને પોલીસનો સહારો લીધો હતો. પોલીસે પત્ની રિનલ સાબલે, તેના પિતા રમેશ નરવડે, સુનિતા નરવડે, તેજલ નરવડે અને અનિકેત બોરાડે સામે કાયદેસર ગુનો નોંધ્યો હતો અને ત્યારબાદ આકરી કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે એક વિગત એવી પણ સામે આવી રહી હતી કે મુંબઇ રહેતા ફરિયાદી સ્વપનિલ તાનાજીના પ્રેમલગ્ન તેની મામાની દીકરી રિનલ સાથે 2017માં મુંબઇમાં થયા હતાં. જો કે રીનલ અને સ્વપ્નિલનું લગ્ન જીવન લાબું ચાલ્યું ન હતું અને લગ્નના 5 દિવસ બાદ મુંબઇ જઇ રિનલને સુરત લઇ આવ્યો હતો. બાદમાં લગ્નજીવનમાં અણબનાવ બનતા વર્ષ 2018માં રિનલની ફરિયાદ પર ડિંડોલી પોલીસે પતિ અને તેના પરિવારની અટક કરી હતી. બીજી તરફ પતિથી અલગ થયેલી રિનલના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયામાં જોતા પતિ સ્વપ્નિલ સુરત આવ્યો હતો. ત્યારબાદ આ સમગ્ર નાટક સામે આવ્યું હતું.