વાહ સરકાર વાહ, સુરતમાં ખાલી 1 હજાર રૂપિયામાં મહિલાઓ કરશે આખું વર્ષ બસમાં અનલિમિટેડ મુસાફરી, ચારેકોર વખાણ જ વખાણ

Lok Patrika
By Lok Patrika
Share this Article

હાલમાં સુરતની ચારેકોર ચર્ચા થઈ રહી છે અને લોકો મહાપાલિકાના આ નિર્ણયને આવકારી રહ્યા છે, સુરતમાં વધતી મોંઘવારીમાં સસ્તા પાસની યોજનાની ચારેકોર વાહવાહી થઈ રહી છે. આ લાભ કંઈક એવો છે કે શહેરની સીટી બસમાં મહિલાઓ એક હજારના પાસમાં આખું એક વર્ષ મુસાફરી કરી શકશે.

આ યોજના મહિલાઓ માટે ફાયદાકારક નિવડશે તેવું લાગી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત જાહેર પરિવહન સેવાનો મહિલાઓ હાલ કરતાં વધુમાં લાભ મેળવી શકે તે માટે એક સરળ પાસ યોજના શરૂ કરી છે. આ સરળ પાસ યોજનાનો વધુમાં વધુ લાભ લેવાશે અને મહિલાના હિતમાં ખૂબ જ સારો નિર્ણય લેવામાં આવ્યો એવું લોકો કહી રહ્યા છે.

 

સુરત શહેરમાં મહિલાઓ હવે એક હજારના પાસમાં એક વર્ષ જેટલો સમય મુસાફરી કરી શકશે. આ યોજનામાં ત્રિમાસિક પાસના દર રૂ.300 નક્કી કરવામાં આવ્યો છે. છ માસના પાસનો દર રૂપિયા 500 રખાયા છે જ્યારે એક વર્ષના પાસનો દર રુપિયા એક હજાર રખાવામાં આવ્યો છે.

OMG! દિલ્હીમાં ઓવૈસીના ઘર પર ભયંકર પથ્થરમારો, બારીઓના કાચ તૂટ્યા, સતત ચોથી વખત આવો એટેક થયો

Beaking: ઉત્તરાખંડમાં વહેલી સવારે ભૂકંપના આંચકા, બાગેશ્વરમાં લોકો ચારેકોર દોડ્યાં, કેમ આવે છે વારંવાર ભૂકંપના આંચકા?

સોશિયલ મીડિયા પર માત્ર આ 28 લોકોને ફોલો કરે છે જયા કિશોરી, છેલ્લું નામ જાણીને તમે ચોંકી જશો

આ યોજના વિશે વાત કરવામાં આવે તો આખું વર્ષ અનલિમિટેડ મુસાફરીની આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. 1 એપ્રિલથી સરલ પાસ યોજનાનો પ્રારંભ પણ થઈ જશે. સરલ પાસ યોજનાનો લાભ બાળકો અને વૃદ્ધો બાદ મહિલાઓને પણ મળશે એવી માહિતી હાલમાં સામે આવી રહી છે. મોટી વાત તો એ છે કે જાહેર પરિવહન સેવાનો હાલ શહેરમાં દરરોજ અઢી લાખ લોકો લાભ લે છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly