સુરતનો લાલબત્તી સમાન કિસ્સો, વિધર્મી જીમ ટ્રેનર છોકરીને ગંદી રીતે હેરાન કરતો, મિત્રો અને પરિવારે બરાબરની સર્વિસ કરી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ શેપ કલ્ટ ફીટનેશ જીમના વિધર્મી ટ્રેનરે યુવતીને મેસેજ કરી હેરાનગતિ કરતા યુવતીએ તેના પરિવારને જાણ કરી હતી. જ્યાં યુવતીના પરિવારજનોએ જીમ ટ્રેનરને સબક શીખવાડવા તેને માર મારી પોલીસને હવાલે કર્યો હતો. તો બીજી તરફ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. ઘટનામાં પોલીસે જીમ ટ્રેનર વિરુદ્ધ છેડતીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

સુરતના ઉધના સાહેબજી કોમ્પલેક્ષ સર્વોતમ રેસ્ટોરન્ટની પાસે શેપ કલ્ટ ફીટનેશ જીમ ચલાવવામાં આવે છે. આ જીમમાં રાંદેરમાં રહેતા 28 વર્ષીય સોહીલ હારૂન સૈયદ ટ્રેનર તરીકે કામ કરે છે. ત્યારે જીમ ટ્રેનર સોહીલ હારૂન સૈયદ દ્વારા છેલ્લા ઘણા સમયથી એક હિંદુયુવતીને જુદી જુદી રીતે હેરાન કરવામાં આવી રહી હતી.વિધર્મી યુવક જીમ ટ્રેનર દ્વારા છેલ્લા કેટલાક સમયથી યુવતીને મોબાઈલ નંબર પર ફોન અને મેસેજ કરી હેરાન કરી રહ્યો હતો. જેથી યુવતીએ કંટાળી જઈ તેને બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ આ ઇસમે સોશિયલ મીડિયા પર મેસેજ કરી યુવતીને પરેશાન કરતો હતો. જેથી મહિલા દ્વારા આ બાબતની જાણ પોતાના પરિવારને કરતાં યુવતીના પરિવારે જીમ પર પહોંચી યુવકની ધુલાઈ કરી હતી અને ત્યારબાદ તેને પોલીસના હવાલે કર્યો હતો.

શરમજનક! માતાજીના મેળામાં આવેલી નૃત્યાંગનાઓથી એઇડ્સ બીજામાં ન ફેલાય એટલે દરેકનો HIV ટેસ્ટ કરાવ્યો

લવ મેરેજ કે અરેન્જ મેરેજ? જીવન આખું આદ્યાત્મિકતાથી ભરેલું, પત્નીએ આ રીતે કહ્યું અલવિદા… જાણો અંબાલાલના જીવન વિશે

બેંકો ડૂબી રહી છે અને સોનું ભાગી રહ્યું છે, ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે, શું સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે?

વિધર્મી જીમ ટ્રેનર દ્વારા અવારનવાર યુવતીને કોલ કરી જીમ પર બોલાવવા માટે હેરાન પરેશાન કરતો હતો. જેને લઇ કંટાળેલી યુવતીએ આખરે તેના મિત્રો અને પરિવારને જાણ કરી હતી. જેથી રોષે ભરાયેલા પરિવારના સભ્યો દ્વારા જીમ પર પહોંચીને ભારે ધમાલ મચાવી હતી. જ્યાં જીમ ટ્રેનર તરીકે કામ કરી રહેલ સોહીલ હારૂન સૈયદને ઢોર મારવામાં આવ્યો હતો. 15થી 20 જેટલા પરિવારોના સભ્યો સહિત અન્ય લોકો મળી વિધર્મીની ધુલાઈ કરી, માર મારી મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે.લોકોએ ભેગા મળીને જીમ ટ્રેનરને માર માર્યા બાદ ઉધના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. અને પોલીસમાં સમગ્ર હકીકત જણાવી તેના વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેને આધારે ઉધના પોલીસે જીમ ટ્રેનર સામે છેડતી અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share this Article
TAGGED: ,