સુરતમાં ટ્રાફિકની સમસ્યામને જોતા લક્ઝરી બસો સવારે 7થી રાત્રીના 10 વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનોને સવારે 8થી બપોરે 1 વાગ્યા તથા સાંજે 5થી રાત્રીના 10 વાગ્યા સુધી શહેરમા પ્રવેશ પર પ્રતિબંધિત જાહેર કરાયો હતો. આ અંગેનુ જાહેરનામુ પણ બહાર પડાયુ હતુ. આ બાદ ખાનગી લકઝરી બસોને પ્રવેશ આપવાની માંગ સતત થઈ રહી છે. હવે આ મામલે સુરત પોલીસ કમિશનર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે.
શહેરમાં બસો પ્રવેશ કરી શકશે
આ મામલે ટ્રાફિક JCP ડી.એચ.પરમાર સાથે બસ સંચાલકોએ બેઠક થઈ હતી જે બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે શહેરમાં બસો પ્રવેશ કરી શકશે. નવા જાહેરનામાં પ્રમાણે રાત્રે 10થી સવારના 7 સુધી બસો શહેરમાં પ્રવેશ કરી શકશે. લકઝરી એસો. પોતાની માગો પોલીસને લેખિતમાં આપશે.
બસ શહેરમાં પ્રવેશ ન કરતા મુસાફરોની મુશ્કેલી વધી હતી
આ પહેલા શહેરમાં બસ ન પ્રવેશ કરવાનો નિર્ણય લક્ઝરી બસ ચેરિટેબલ એસોસિયેશન દ્વારા 21 તારીખથી લેવાયો હતો. આ નિર્ણયને લીધે એક પણ બસ શહેરમાં પ્રવેશ ન કરતા મુસાફરોની મુશ્કેલી વધી હતી.
લકઝરી એસો. પોતાની માગો પોલીસને લેખિતમાં આપશે
આ મામલે વરછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ થોડા દિવસ અગાઉ ભારે વાહનોને લઈ ટ્રાફિક DCPને પત્ર લખી જણાવ્યુ હતુ કે સુરતમાં પોલીસ કમિશરના જાહેરનામાં મુજબ લક્ઝરી બસો અને અન્ય ભારે વાહનો માટે પ્રતિબંધિત સમયમાં વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું આપ્યુ પણ જાહેરનામાના ભંગ અંગે કોઈ ડર નથી અને બેફામ વાહનો ચાલે છે. આ કારણે ટ્રાફિકની સમસ્યા ઉભી થઈ રહી છે.
કુંવારા લોકો બસ એક અઠવાડિયું કાઢી નાખો, માર્ચ મહિનામાં આ રાશિના જાતકોને મળી જશે લાઈફ પાર્ટનર
જો કે આ પત્ર બાદ પોલીસ એકશનમા આવી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રતિબંધિત સમયમાં પ્રવેશતા વાહનોને રોકીને દંડ ફટકાર્યો હતો.