Gujarat News: ગુજરાતમાં હાલ એક મહાવિવાદ શરૂ થયો છે. આહીર સમાજ અને ચારણ સમાજ વિશે મહા વિવાદ શરૂ થયો છે. તળાજામાં આહિર જ્ઞાતિના સમુહ લગ્નમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણોની બહેન દિકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી. જેના કારણે હાલ તો બંન્ને સમાજો વચ્ચે વૈમનસ્વ ફેલાયું હતું.જેને લઈ ભારે રોષ ભભૂક્યો છે, હકાભા ગઢવી તેમજ રાજભા ગઢવી, હરેશદાન તેમજ માયાભાઈ આહીરે વિરોધ કર્યો.. ત્યારે હકાભા ગઢવીએ કહ્યું કે ‘ચારણ તરીકે હું આજથી તળાજાના અન્ન જળનો ત્યાગ કરૂ છું.’
તળાજામાં આહિર જ્ઞાતિના સમુહ લગ્નમાં સમાજના અગ્રણીએ ચારણ સમાજ દ્વારા ખોટા વખાણ કરીને સમાજને લૂંટી લેતા હોવાના દાવા કર્યા હતા. ચારણોથી હંમેશા દુર રહેવું નહીં તો તમે ભિખારી થઈ જશો. ચારણને ઘરમાં પણ ન ઘુસવા દેવા જોઈએ સહિતના ગંભીર આક્ષેપો કર્યા હતા. જેને લઈને આહીર અને ચારણ સમાજ વચ્ચે વિવાદ ઊભો થયો હતો. ત્યારે ભારે રોષ ભરાયેલા હકાભા ગઢવીએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી.આ ઉપરાંત ચારણોના માતા માં સોનબાઇ માં વિશે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું.
બીગબીને દાગીનાનો જબરો શોખ: જયા બચ્ચનથી પણ વધુ ઘરેણાં છે અમિતાભ પાસે, જાણો કેટલી સંપતી?
હવે આ અંગે હકાભા ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી. હકાભા ગઢવીએ જણાવ્યું કે, ચારણ તરીકે હું આજથી તળાજાના અન્ન જળનો ત્યાગ કરૂ છું. ક્યારે પણ તળાજાનું પાણી પણ નહી પીઉ અને ક્યારે પણ તળાજામાં કાર્યક્રમ નહી કરૂ તેવું જણાવ્યું હતું. માયાભાઇ આહીરેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ ઘટના અને નિવેદનથી ચારણ સમાજ સાથે અમને પણ દુઃખ છે. આ જ્ઞાનના અભાવે એવું કર્યું હોય તેવું લાગે છે. ગીગા ભમ્મરના નિવેદનથી ગઢવી સમાજના કલાકારો અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ નિવેદન મુદ્દે રાજભા ગઢવીએ કહ્યું ચારણત્વ શું છે તે તમે જાણો અને ન જાણવું હોય તો જાહેરમાં તમે બોલો ન. તેમણે વધુમાં કહ્યું કે, ચારણ 18 જાતિઓ સાથે જોડાયેલા છે. તેમણે અનેક બલિદાનો આપ્યા છે. આદીકાળથી ચારણ અને આહીર સમાજનો ઉજળો સંબંધ છે તે તેના પર આવા લોકો કાળા છાંટા નાખે છે.