Cricket News: ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિનર આર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. આર અશ્વિને તેની ટેસ્ટ કરિયરમાં 500 વિકેટ પૂરી કરી લીધી છે. તે તેની ટેસ્ટ કારકિર્દીમાં 500 વિકેટ લેનારો ભારતનો બીજો બોલર બની ગયો છે. તેના પહેલા આ સિદ્ધિ અનુભવી ખેલાડી અનિલ કુંબલેએ કરી હતી. આર અશ્વિન-અનિલ કુંબલે સિવાય ક્રિકેટના ઈતિહાસમાં માત્ર 8 બોલર જ 500 ટેસ્ટ વિકેટનો આંકડો સ્પર્શી શક્યા છે.
𝙏𝙝𝙖𝙩 𝙇𝙖𝙣𝙙𝙢𝙖𝙧𝙠 𝙈𝙤𝙢𝙚𝙣𝙩! 👏 👏
Take A Bow, R Ashwin 🙌 🙌
Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @ashwinravi99 | @IDFCFIRSTBank pic.twitter.com/XOAfL0lYmA
— BCCI (@BCCI) February 16, 2024
અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ પૂરી કરી
રવિચંદ્રન અશ્વિને 98 ટેસ્ટ મેચની 184 ઈનિંગ્સમાં ટેસ્ટમાં 500 વિકેટ પૂરી કરી છે. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેનારો બીજો બોલર બની ગયો છે. તેણે અનિલ કુંબલેને પાછળ છોડી દીધો છે. અનિલ કુંબલેએ 105 મેચમાં 500 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી. આ સાથે જ ટેસ્ટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેવાનો રેકોર્ડ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે. મુથૈયા મુરલીધરને 87 ટેસ્ટ મેચમાં 500 વિકેટ લીધી હતી.
ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરો
ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેવાના મામલે આર અશ્વિન બીજા સ્થાને છે. જ્યારે અનિલ કુંબલે આ યાદીમાં સૌથી આગળ છે. અનિલ કુંબલેએ ભારત તરફથી ટેસ્ટમાં કુલ 619 વિકેટ લીધી છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાના મામલે અશ્વિન પણ બીજા સ્થાને છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 728 વિકેટ લીધી છે.