હાલમાં ગુજરાતમાં ભારે માત્રામાં ચારેકોર આંદોલન ચાલી રહ્યા છે. ત્યારે આંગણવાડી બહનોને ત્રીજા-ચોથા વર્ગના કર્મચારી જાહેર કરવા, રજા અને માનદ વેતનના બદલે સરકારી કર્મચારીનો દરજ્જો આપવો ઉપરાંત ખાનગીકરણ બંધ કરવા સહિત 14 જેટલી માંગને લઇને ગુજરાતભરમાં આંગણવાડી કર્મીઓ હડતાળ પર ઉતરી ગયા છે. હવે આ આંદોલનમાં એક નવો વળાંક આવી રહ્યો છે. ગેનીબેને કહ્યું કે પોતાના હક્ક માટે ગુજરાત સરકાર સામે લડી રહેલી આંગણવાડી બહેનોને જો પોલીસે અડાડી તો આંગળી કાપી નાખીશું.
બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોની હડતાળને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું સમર્થન મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે થરાદ વાવ તાલુકાના આંગણવાડી કેન્દ્રોની બહેનો બહોળી સંખ્યામાં થરાદ ખાતે ઉમટી પડી નાયબ કલેકટર કચેરી ખાતે ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. જ્યાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આવી પહોંચ્યા હતા. ગેનીબહેનનું કહેવું છે કે ‘આ એક મહિનો આરપારની લડાઈ, હું પોલીસવાળાને ચેલેન્જ કરું છું કે વાવ-થરાદની એક પણ મહિલાને આંગળી અડાડી છે તો આંગળી કાપી નાખીશું, તમે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બંધાયેલા છો.’
સાથે જ વાત કરીએ તો આગળ વાત કરતાં ગેનીબેને કહ્યું હતું કે ‘જે ન્યાય આંદોલન કરતા હોય, પોતાનો હક માંગતા હોય એમના પર અત્યાચાર ગુજારવા માટેની તમારી ડ્યુટી નથી. છતાં પણ પોલીસે કોઈ વહીવટી તંત્રના કહેવાથી કોઈને હેરાન કર્યા તો તમે બેસસો એટલા દિવસ તમારી સાથે અમારે બેસવાની તૈયારી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર આ બહેનોની માંગણીને સંતોષે છે કે કેમ અને આંદોલન કયા વળાંકે જઈને અટકે એ પણ મહત્વું છે.