હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યા છે કે જેમાં ગુજરાતની આબરુના ધજાગરા જોવા મળી રહ્યા છે. કારણ કે દારૂબંધીવાળા ગુજરાતમાં દારુનો વરસાદ થયો હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. આ વાત છે ગીર સોમનાથના ઉનાની કે જ્યાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે. જાણે ગોવાની પાર્ટી થતી હોય એવો જ ઉનાનો એક વીડિયો સામે આવ્યો અને ઉનાના કાલાપણ ગામનાં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલનો વીડિયો હવે ચર્ચામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણ જોઈ શકાય છે કે કેટલાક નબીરાઓ હાથમાં દારૂની બોટલ લઈને બબાલ કરતાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળતા દ્રશ્યોમાં દારૂ છે કે શું તે અંગે પણ તપાસ હાથ ધરી છે. જો દારૂ હશે તો પોલીસ દ્વારા મહેફીલ અને પજેશનનો કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે.
એક વાત તો આ વીડિયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે કાયદાનો ડર જ ના હોય તેમ જાહેરમાં દારૂની બોટલો વચ્ચે મૂકીને ટોળે વળી ડાન્સ કરી રહ્યાં છે. ગુજરાતી ગીત પર ડાન્સ કરતા આ નબીરાઓ દારૂ પીને એક બીજા ઉપર અંતરની જેમ છાંટી રહ્યાં છે. આ જોતા સ્પષ્ટ લાગી રહ્યુ છે. આ શખ્સોને કાયદાનો કોઇ ડર જ નથી. આ વાયરલ વીડિયો અંગે એએસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યુ હતું કે, ઉના તાલુકાના કાલાપણ ગામનો વીડિયો હોવાનું જાણવા મળ્યુ છે. જેના આધારે આ મામલે વિજય કાંતિભાઈ સોલંકી અને રાણા દિલીપ સોલંકી નામના બે શખ્સોની શંકમદ તરીકે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.