પ્રતીક રાઠોડ, ડીસા: ભારત દેશમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. સમય બદલાતા લોકોના વિચાર બદલાયા છે. પરંતુ દીકરીઓના મામલે હજી પણ લોકોના વિચાર બદલાયા નથી. દીકરીની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે બેટી બચાવો માટેના અભિયાનને તેજ બનાવવા માટે દેશના વડાપ્રધાન દ્વારા એક ઝુંબેશ ઉપાડવામાં આવી હતી. ત્યારે આ ઝુંબેશને સાર્થક કરવા અને દિકરી એટલે સાપનો ભારો નહીં પણ દિકરી એટલે તુલસીનો ક્યારો,દિકરી એટલે બાપનો સહારો, દિકરી એટલે બે ઘરને તારનાર આદર્શ વ્યકિત્તવ.આમ દિકરી દિકરો એક સમાન ઉકિત સાર્થક કરી બતાવી છે.
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ગણાતા ડીસા શહેરમાં ચિ.હં.દોશી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે વયનિવૃત થનારા અને ડીસા પાટણ હાઇવે વિસ્તારમાં આવેલા શ્યામ બંગ્લોઝ ભાગ બેમાં રહેતા પ્રવિણભાઇ મફતલાલ સાધુના ઘરે પુત્રવધૂના કૂખે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દિકરીનો જન્મ થતાં દિકરીના વધામણાનો અનેરો અવસર આનંદ ઉલ્લાસ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો
દિકરીના વધામણાની વાત કરીએ તો ડીસા શહેરમાં આવેલા શ્યામ બંગ્લોઝ ભાગ બે માં રહેતા પ્રવિણભાઇ મફતલાલ સાધુ, મધુબેન પ્રવીણભાઈના બે પુત્રો તુષારભાઈ અને ચિરાગભાઇ છે.
તુષારભાઈના લગ્ન 14 ફેબ્રુઆરી 2015 મા ભૂમિકા સાથે કર્યા હતા ત્યારે લગ્નજીવન દરમિયાન પુત્રવધુ ભૂમિકાબેનના કૂખે 11એપ્રિલ 2019ના રોજ પૌત્ર ક્રિયાન્સનો જન્મ થયો હતો ત્યારબાદ ગઇકાલે આ પરિવારના આંગણે દિકરીનો જન્મ થતાં ખુશીનો પાર રહ્યો હતો. ત્યારે દિકરીના વધામણાની અનેરી રસમ ઉજવી હતી જેમાં પરિવારમાં પ્રથમવાર પુત્રીનો જન્મ થતા સૌ ખુબ જ રોમાંચિત અને ખુશખુશાલ થઈ ગયા હતા અને લક્ષ્મીના વધામણાં કરવા માટે આજે આ સ્નેહીજનો પડોશી અને કુટુંબીજનોની હાજરીમાં આ પ્રસંગ ખુબ જ ઉત્સાહ પૂર્ણ વાતાવરણમાં ઊજવવામાં આવ્યો હતો.