Gujarat: 1 થી 29 ફેબ્રુઆરી સુધી મળશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, 24 દિવસોમાં મળશે કુલ 26 બેઠકો

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમ્યાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે.

વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે, આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં બીજી ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે.

રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે. જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમ્યાન વિધાનસભા સત્ર ચાલશે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે. વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમો પણ અપાઈ છે.

Ayodhya: હવે 3 મોટા શહેરોથી અયોધ્યા માટે સીધી ફ્લાઈટ, એર ઈન્ડિયા એક્સપ્રેસે કરી મોટી જાહેરાત

Photo: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અયોધ્યા ધામના દ્રશ્યો

ખુશખબર… સરકારે સુકન્યા સ્કીમ પર વધાર્યો વ્યાજ દર, હવે FD પર પણ વધુ ફાયદો, જણો અન્ય સ્કીમમાં શું ફેરફાર?

આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્ય તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે. જે માટેની તાલીમ તેમજ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઇન માધ્યમથી કરે તે માટેના પ્રયત્નો રહેશે.


Share this Article