દિવાળીના વેકેશન બાદ ગુજરાત રાજ્યની તમામ સરકારી યુનિ.માં વર્ષ 2023-24 અંડર ગ્રેજ્યુએશનનું પહેસું સેમ પૂર્ણ થવા આવ્યું છે. પણ શિક્ષણ વિભાગે નવા વર્ષ માટે અત્યારથી પ્લાનિંગ કરી રાખ્યું છે. ખાસ કરીને પહેલા સેમેસ્ટર માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એડમિશન માટે મિશનની જેમ કામ થઈ રહ્યું છે. આવતા વર્ષથી તમામ સરકારી યુનિ. તથા સંલગ્ન કૉલેજમાં એડમિશન માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરાવના રહેશે.
આ ઓનલાઈન થકી તે કોઈ પણ યુનિ.ની કૉલેજમાં એડમિશન લઈ શકશે. શિક્ષણ વિભાગ આ માટે કોમન એડમિશન પોર્ટલ શરૂ કરશે. જેના પર વિદ્યાર્થીઓ તમામ પ્રકારની માહિતી મેળવી શકશે. આ નવા પોર્ટલનું નામ ગુજરાત કોમન એડમિશન સર્વિસ રાખવામાં આવ્યું છે. જેને અપડેટ કરવા માટે શિક્ષણ વિભાગે યુનિ. અને કૉલેજની બેઠક સહિતની માહિતી મંગાવી હતી. જે ડેટા બાકી છે એને ઝડપથી સબમીટ કરાવવા માટે આદેશ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કૉલેજના સારા ફોટો સાથે યુનિ.ની ખાસિયત તથા કોર્ષ સહિતની માહિતી મંગાવી હતી.
નવા વર્ષે કોમન પદ્ધતિ થકી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જોકે, મોટાભાગની યુનિ.ને એક પ્રશ્ન નડી રહ્યો છે કે, બીજી યુનિ.ના વિદ્યાર્થી રાજ્યની યુનિ.માં એડમિશન લેતા હોય છે. જેથી બીજી યુનિ.ના વિદ્યાર્થીઓને ખાસ આ કોઈ પોર્ટલની જાણકારી હોતી નથી. એટલે આ પોર્ટલની જાણ કેવી રીતે કરવી. આ ઉપરાંત છેલ્લી ઘડીએ એડમિશન લેવા માટે આવતા વિદ્યાર્થીઓને કેવી રીતે એડમિશન આપવું. શિક્ષણ વિભાગે યુનિ.ઓને કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, કોઈ પણ યુનિ. ઓફલાઈન એડમિશન નહીં આપી શકે.
આઈસીસીઆરથી એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓને સુપર ન્યુમેરિકલ બેઠક પર એડમિનશ મળે એવી પૂરી શક્યતાઓ છે. આ અંગે શિક્ષણ વિભાગ આગામી દિવસોમાં ચોખવટ કરી શકે છે. આ ઉપરાંત કૉલેજે પણ મેરિટનું લીસ્ટ મોકલવાનું રહેશે.જે માટે કૉલેજે પણ તમામ મોરચે તૈયારીઓ કરવી પડશે