ગુજરાત પર મેઘરાજા મહેરબાન, છોટા ઉદેપુરમાં વાદળ ફાટવા જેવી સ્થિતિ, રસ્તા તળાવમાં ફેરવાયા, જાણો કેટલા ઇંચ ખાબક્યો

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather Forecast:  સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે, ત્યારે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની હેલી વરસી છે. છોટા ઉદેપુરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અહીં મેઘરાજાએ વહેલી સવારથી જ દે ધનાધન બેટિંગ શરૂ કરી દીધી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે.

 

હવામાન વિભાગે દક્ષિણ ભાગમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં જિલ્લા પ્રમાણે નાઉકાસ્ટ કરીને ત્રણ કલાકની આગાહી (1 વાગ્યા સુધી) ની આગાહી કરી છે, જેમાં છોટાઉદેપુર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આપવામાં આવ્યું છે. આ સિવાય મધ્ય તથા દક્ષિણ ગુજરાત મળીને 10થી વધુ જિલ્લાઓ તથા કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

 


Share this Article