અમદાવાદમા તથ્ય પટેલ જેવો વધુ એક અકસ્માત! નબીરાએ BMW થી સર્જ્યો અકસ્માત

Desk Editor
By Desk Editor
Share this Article

અમદાવાદના રસ્તા એટલે નબીરાઓના બાપાની જાગીર, એવુ સમજીને હવે નબીરાઓ ગાડી હંકારતા થયા છે. જેગુગાર અને મણિનગરના અકસ્માતને હજી એક અઠવાડિયું પણ પૂરુ નથી થતું ત્યાં અમદાવાદના રસ્તા પર વધુ એક નબીરાએ લક્ઝુરિયસ કારથી અકસ્માત સર્જ્યો છે, અમદાવાદમાં શહેરમાં મોડી રાત્રે ફરી એક મોંઘીદાટ ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. અમદાવાદના માણેકબાગ પાસે એક નબીરાએ દારુ પીને ગાડી ચલાવી હતી, અને અનેક જગ્યાઓએ અકસ્માત સર્જયો હતો.

અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં નશામાં ધૂત BMW કારના ચાલકે બિન્દાસ્ત સ્પીડમાં ગાડી ચલાવીને અકસ્માત સર્જયો હતો. એક નહિ, તેણે તો અકસ્માતોની લાઈનો લગાવી હતી. કાર ચાલક નશામાં ધૂત હોવાથી રસ્તામાં અલગ અલગ જગ્યાએ ગાડી અથડાવી હતી. ત્યારે એક જાગૃત નાગરિકે નશામાં ધૂત કાર ચાલકનો વીડિયો બનાવ્યો હતો.

 

 

સેટેલાઈટ વિસ્તારમાં નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જી સરકારી મિલકતને નુકસાન પહોચાડ્યું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતું હાલ સેટેલાઈટ પોલીસ દ્વારા કારચાલકની અટકાયત કરાઈ છે. BMW કારના ચાલકનું નામ કમલેશ બિશ્નોઈ હોવાનું સામે આવ્યું છે.

 

5 વર્ષ પછી જોવા મળી ‘દયાબેન’ની ઝલક, મેક-અપ વગર ઓળખવી મુશ્કેલ, ફેન્સને કહ્યું- ‘મારો ચહેરો’

 

 

40 ફિલ્મો ફ્લોપ હોવા છતાં 19ના દાયકાનો સુપરસ્ટાર હતો આ અભિનેતા,છતાં ઇન્ડસ્ટ્રી છોડવી પડી

 

 

વર્ષો પછી એકબીજાની સામે આવ્યા અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂર, ઈવેન્ટની અંદરની તસવીરો થઈ વાયરલ

 

મોડી રાતે 1 વાગ્યાની આસપાસ કાર ચાલકે BMW કાર માણેકબાગ નજીક અથડાવી હતી. રાત્રે GJ 01 KA 6566 નંબરની કાર આડેધડ ચલાવીને ફૂટપાથ સાથે અથડાવી હતી. જે બાદ દારૂના નશામાં કાર ચાલકે કાર જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બેફામ દોડાવી હતી. સેટેલાઈટ પોલીસે પીછો કરતાં ચાલક માણેકબાગથી ઝડપાયો હતો.

 


Share this Article