Gujarat News: અંબાલાલ પટેલનું કહેવું છે કે 2024ના વર્ષમાં વાતાવરણ ગૂંચવણ ભર્યુ રહેશે. હાલ ખેતરમાં ઉનાળુ પાકની વાવણીની સીઝન ચાલી રહી છે. 15 માર્ચ સુધીમાં ઉનાળુ પાકનું વાવેતર કરવું સારું છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જ લોકોની ચિંતા વધી ગઈ હતી.
હવામાન વિભાગે કાલે શનિવારે વરસાદની મોટી આગાહી કરી છે. આવતીકાલે પણ ગાજવીજ સાથે માવઠું પડવાની પુરી સંભાવના છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ માવઠું થશે તેમ હવામાન વિભાગે ચેતવણી આપી છે.
આ સાથે મધ્ય ગુજરાતનાં વડોદરા અને છોટાઉદેપુરમાં જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં પણ માવઠાંનો માર રહેવાનો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે હળવોથી સામાન્ય વરસાદ સાથે માવઠું થવાની શક્યતા છે.
જાણી લેજો: 1 માર્ચથી ફાસ્ટેગથી GST સુધીના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
તો વળી આજે ગાજવીજ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં માવઠું થયુ છે. આ સાથે સૌરાષ્ટ્રમાં દ્વારકા, મોરબી, પોરબંદર, જામનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં સામાન્ય વરસાદ સાંજ સુધીમાં ખાબકે એવી પણ શક્યતા જોવામાં આવી રહી છે.