Gujarat News: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આ પહેલાં ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પરેશ ગોસ્વામીએ પણ હાલ મોટા પ્રમાણમાં વરસાદ થવાની કોઈ શક્યતાઓ ન હોવાનું જણાવ્યું હતું. જોકે, ગરમી વધવાથી નવી સિસ્ટમ એક્ટિવ થઈ શકે છે. ત્યારે હવે હવામાન વિભાગે પણ ગુજરાતમાં વરસાદ નહીં પણ ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે.
હવામાન કેન્દ્રના ડાયરેક્ટર દ્વારા નવી આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાંથી હળવો વરસાદ પણ ઘટી જશે અને ગરમીનું પ્રમાણ વધી જશે. અમદાવાદ સહિતના ભાગોમાંથી હળવો વરસાદ ગાયબ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી કલાકોમાં સૌરાષ્ટ્ર-કચ્છ તથા રાજ્યના અન્ય ભાગોમાં હવામાન સૂકું થવાની શક્યતાઓ છે.
બે દિવસ પછી માત્ર દક્ષિણ ગુજરાતના જ ભાગોમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ સુધી વરસાદ સિમિત થઈ જશે. અહીં પણ હળવો વરસાદ રહી શકે છે બીજી કોઈ વધારે આશા ખેડૂતોએ રાખવી નહીં.
આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં ઓગસ્ટ મહિનો લગભગ કોરો રહ્યાની સ્થિતિમાં હવે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 21 ટકા વધુ વરસાદ વરસી ગયો છે.
ગુજરાતમાં ક્યાંય વરસાદ આવે એવા એંધાણ નથી, કોઈ સિસ્ટમ જ નથી… હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતાતુર
વાદળો ખસી જવાથી સૂર્યપ્રકાસ સીધો આવી શકે છે જેના લીધે તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. બે-ચાર દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું વ્યક્ત કરીને ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.