ખડૂતોની ઉપર સંકટના વરસાદી વાદળ.. રાજ્યમાં આગામી 24 કલાકમાં પડશે કમોસમી વરસાદ, તાપમાનમાં 3 ડિગ્રી થશે વધારો

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather: રાજ્યમાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આગામી 24 કલાકમાં ભાવનગર, તાપી, નર્મદા અને નવસારી તેમજ વલસાડ, ડાંગ, સુરતમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. તો બીજી તરફ હવામાન વિભાગે કહ્યું છે કે રાજ્યમાં 24 કલાક બાદ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થશે.

આગામી 24 કલાકમાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં ગુજરાતનાં અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યાં સાઉથ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ત્યાર બાદના 24 કલાકમાં વાતાવરણ સૂકું રહેશે.

હાલ તો સુરત, તાપી, નવસારી, નર્મદા, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, ડાંગ, સૌરાષ્ટ્ર, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

ડાંગમાં છવાયો વરસાદી માહોલ

છેલ્લા 24 કલાકમાં સાઉથ ગુજરાતનાં અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે. જેમાં દમણ, ડાંગ તેમજ વલસાડનો સમાવેશ થાય છે. ડાંગમાં 1 મી.મી. જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં વાતાવરણ સૂકું રહેવા પામ્યું હતું.

9 અને 10 તારીખે વરસાદની આગાહી

જ્યારે 9 જાન્યુઆરી મંગળવારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે.

શિયાળામાં બીમારીઓથી દૂર રહેવું હોય તો કરો આ વસ્તુઓનું સેવન, તમારા શરીરને મળશે પૂરતા પોષક તત્વો

10 વર્ષના હિમાંશુની ભક્તિને સો સો સલામ, 9 દિવસમાં 700 કિલોમીટર સ્કેટિંગ કરીને અયોધ્યા પહોંચશે, ભગવાનની કૃપા એટલે કૃપા

માલદીવ સાથે વિવાદ બાદ સરકારે તાબડતોડ લીધો મોટો નિર્ણય, જાણો લક્ષદ્વીપમાં ક્યાં બનશે નવું-નકોર એરપોર્ટ

જ્યારે તા. 10 નાં રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે.


Share this Article