કિંજલ દવેને આજે કોઈ ગુજરાતી ન ઓળખતો હોય એવું ભાગ્યે જ બને. કિંજલનો જન્મ 1999માં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.
કિંજલના માતાપિતા ખુબજ ગરીબ પરિસ્થિતિમાંથી આગળ આવ્યા છે અને એમને આગળ લાવવામાં એક મોટો શ્રેય કિંજલને પણ જાય છે.
મળતી માહિતી પ્રમાણે કિંજલના માતા ઉનાળાની બપોરમાં પણ અનાજ(સરકારી રાશન) લેવાં માટે 4-5કલાક તાપમાં ઉભા રહેતા.
કિંજલ દવેને ભલે ચાર-ચાર બંગડી વાળા સોંગ માટે દેશ વિદેશમાં જાણીતી થઈ હોય પણ એના 100થી વધુ આલ્બમ આવી ચુક્યા છે. જેમાનાં કેટલાય આલ્બમ સુપરહીટ છે.
માત્ર 18 વર્ષ ની ઉંમરે જેને સફળતાના શિખર સર કર્યા અને 100 જેટલા આલ્બમમાં કામ કર્યું તે કિંજલ દવેએ સફળતા મેળવવા અઢળક મેહનત કરી છે. પેહલા તેમની હાલત ખુબ જ ખરાબ હતી.
કિંજલ નાનપણ માં જ ગાયનની બાબત માં આગળ વધી ગઈ. પિતા સાથે તે દૂર દૂરના ગામ માં બાઇક ઉપર બેસીને ગાવા જતી હતી.
તેમના પપ્પાના મિત્ર મનુભાઈ રબારી જેઓ ઉત્તર ગુજરાતમાં ખૂબ સારા લેખક ગણાય છે અને તેમને નામી કલાકારો માટે ગીત લખ્યા છે તેઓ કિંજલ માટે ગીત લખતા હતા.
કિંજલ દવેની સગાઈ અમદાવાદના બિઝનેસમેન પવન જોશી સાથે કરવામાં આવી હતી, ત્યારે પણ લોકોને એક ઉમંગ જાગ્યો હતો.
ત્યારે હવે કિંજલ દવેની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે અને જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. હાલમાં આ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.