ગઈકાલે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ થયો હતો. ઉત્તર ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની પણ મુલાકાત લીધી હતી. તો આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે અને આગામી 48 કલાક બાદ આકરી ગરમી પડશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઉભા પાકો નાશ પામ્યા છે. ત્યારે આગામી બે દિવસ સુધી વાતાવરણ આવું જ રહેશે.
હવામાન વિભાગે દાહોદ, પંચમહાલ, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરાનગરહવેલી, અમરેલી અને રાજકોટમાં વાવાઝોડાની ગતિવિધિની શક્યતા દર્શાવી છે. આ ઉપરાંત 30 થી 40 કિમીની ઝડપે પવન અને વીજળીના ચમકારા સાથે મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.આ ઉપરાંત આવતીકાલની વાત કરીએ તો અરવલ્લી, મહિસાગર, દાહોદમાં સામાન્ય વરસાદની શક્યતા છે અને સમગ્ર જિલ્લામાં 8મી માર્ચથી વાતાવરણ શુષ્ક રહેશે.
હવામાન વિભાગના નિર્દેશક મનોરમા મોહંતીએ કહ્યું છે કે, ‘આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જો કે આવતીકાલથી મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણ ચોખ્ખું થઈ જશે અને તાપમાન વધવા લાગશે. આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાન યથાવત રહેશે અને 48 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થશે. ગુજરાતમાંથી વાદળો હટી જશે અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાશે.
આ આગાહી બાદ હવે ઉનાળાની આકરી ગરમી માટે તૈયાર થઈ જાઓ. પરંતુ તમે દરેક સમયે પર્યાવરણમાં ફેરફાર જોશો. મહત્વનું છે કે, કમોસમી વરસાદથી ખેતીના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેની સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની અસર થઈ રહી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ હવે ફરી એકવાર વાદળો ખસી જશે અને તાપમાનમાં વધારો જોવા મળશે. આગામી 48 કલાક બાદ તાપમાન ફરી વધશે.
આકાશ અંબાણીની સાળી છે સુંદર અને સ્લાઈલિશ, હોટ તસવીરો જોઈ બોલિવૂડ અભિનેત્રીને ભૂલી જશો
મોજમાં આવીને કોઈ છોકરીને ધરાર રંગ ન લગાવતા, બાકી આવતી હોળી સુધી જેલના સળિયા પાછળ રહેવું પડશે
સત્યનારાણય મંદિરમાં મુસ્લિમ કપલના નિકાહની ચારેકોર ચર્ચા, જાણો કોણ છે નિમાયત અને રાહુલ શેખ
અમદાવાદનું મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી નોંધાયું હતું. તે સામાન્ય કરતાં 4 ડિગ્રી વધુ છે. તો ભુજનું મહત્તમ તાપમાન 38.3 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતા 5 ડિગ્રી વધુ છે. જૂનાગઢનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં 6 ડિગ્રી વધુ છે. આથી વાતાવરણમાં પલટો આવ્યો હોવા છતાં મહત્તમ તાપમાન ઉંચુ નોંધાઇ રહ્યું છે.