ફરી એકવાર નોકરીની લાલચે વિદેશ જનારા ગુજરાતીઓ ફસાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એજન્ટો દ્વારા આ લોકો દુબઈ ગયા અને હવે એજન્ટોએ હાથ ઉંચા કરી લીધા છે જે બાદ તેઓએ સરકારની મદદ માંગી છે. આ વિશે વિગતે વાત કરીએ વડોદરા-આણંદના 6 ગુજરાતીઓ દુબઈમાં નોકરી કરવા માટે એજન્ટો દ્વારા લાખો રૂપિયા ખર્ચીને ગયા અને ત્યા પહોચ્યા બાદ હવે તેઓ ફસાયા છે.
ત્યારબાદ હવે તો ગયેલા 6 ગુજરાતી ફસાયા છે. આ અંગેનો વીડિયો પણ તેઓએ શેર કર્યો છે જેમા એજન્ટોની વાત તેમણે જણાવી છે.આ તમામ લોકો દુબઈના શારજહામાં ફસાયા છે જેમાં 5 યુવકો અને 1 મહિલા સામેલ છે. આ આખો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે દુબઈ પહોચેલા આ ગુજરાતીઓનુ શોષણ થયુ. આ નોકરીની લાલચે વિદેશ મોકલનારા આ એજન્ટનુ નામ પરેશ પટેલ છે.
હવે દુબઈમાં ફસાયેલ ગુજરાતીઓને ભારત સરકારને મદદની અપીલ કરી છે અને આ અંગેનો એક વીડિયો પણ શેર કર્યો છે, જે હવે વાયરલ થયો છે. ફસાયેલા યુવકે વીડિયોમાં કહ્યુ કે, સચીન પટેલ, પરેશ પટેલ, સાધના પરેશ પટેલે ઈન્ડિયામાં કોન્ટેક્ટ કરીને યુએઈ બોલાવ્યા હતા. મારી પત્નીને પણ બોલાવી હતી અને નોકરીનિકિ લાલચ આપી હતી.
આગળ તેમની સાથે થઈ રહેલા શોષણ અંગે વાત કરતા યુવકે જણાવ્યુ કે મારો પાસપોર્ટ લઈને મને દબાવી રાખ્યો. અમે આવ્યા તો અમને અહીથી કાઢી મૂક્યા. અત્યારે અમે ક્યારેક ગાર્ડનમાં તો ક્યારેક કોઈ ફ્રેન્ડના ઘરે સૂવા મજબૂર છીએ. . યુએઈ સરકાર મારી હેલ્પ કરે તેવી મારી ઈચ્છા છે. પ્લીઝ, હેલ્પ મી. આ બાદ સ્થાનિક ધારાસભ્ય મયુર રાવલે તેમને મદદ અંગેની વાત કરી છે.
રાવલે કહ્યુ છે કે આવી રીતે અનેક લોકો બોગસ એજન્ટના માધ્યમથી દૂબઈમાં ફસાયા છે. હુ આ મામલે આણંદ કલેક્ટરનો સંપર્ક કરીશ અને ફસાયેલા લોકોને પરત લાવવા અપીલ કરીશું. આ સાથે આવા કામ કરનારા એજન્ટોની કાર્યવાહી અંગે સરકારને રજૂઆત કરીશ.