Gujarat News: ગુજરાતના કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીનું હાર્ટ એટેકથી મોત થયું છે. નાગદાન ગઢવી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપતો હતો. આજે નાગદાન ગઢવીને ખેડા કોર્ટમાં હાજર કરાયો હતો. જ્યાંથી વડોદરા પરત આવતા સમા સાવલી રોડ પર હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું મોત થયું છે.થોડા સમય પહેલાં નાગદાન ગઢવીની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હરિયાણાથી ધરપકડ કરવામાં આવી હતી.
નાગદાન ગઢવી 150થી વધુ આંતરરાજ્ય ગુનાઓમાં આરોપી હતો. મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.નાગદાન ગઢવીએ હરિયાણામાં દારૂની નકલી ફેક્ટરી બનાવી હતી. આ ઉપરાંત નાગદાન ગઢવીએ પોતે ત્રણ મહિનાથી હરિયાણામાં રહેતો હોવાની પણ કબૂલાત કરી હતી.
ટામેટાંનો પાવર હોય તો કાઢી નાખજો! 250, 100નો જમાનો ગયો, હવે મળશે 30 રૂપિયા પ્રતિ કિલો, જાણો ક્યારથી
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુરૂગ્રામથી ગુજરાતના જાણીતા બુટેલેગર નાગદાન ગઢવીને ઝડપી લીધા બાદ તેની પાસેથી બીજા બુટલેગર વિનોદ સિંધી સાથે મળીને તેણે ગુજરાતમાં ફેલાવેલા દારૂના નેટવર્કને લગતી અનેક ચોંકાવનારી માહિતી સામે આવી હતી.