ગુજરાતીઓ કાલથી સાવધાન રહેજો, 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જોઈને જ ઘર બહાર નીકળજો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

હવામાન વિભાગે દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસમાં ગુજરાતમાં વરસાદ થશે.આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલથી 23 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે માછીમારોને 5 દિવસ માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અહીં ટામેટા ખરીદવા માટે પડાપડી થઈ, 3 કલાકમાં 3000 કિલો ટામેટાં વેચાયા, જાણો અનોખું કારણ

જો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું હોય તો પણ કરી શકો છો પૈસા સંબંધિત આ 9 કામ, જુઓ આખી યાદી

આ ભારતીય પાસે છે 21 કરોડની કિંમતની સુપરકાર, બુલેટની સ્પીડથી પણ વધારે ભાગે! જાણીને ચોંકી જશો

સૌરાષ્ટ્ર, કચ્છમાં 19 થી 21 જૂલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 19 અને 20 જૂલાઈએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ 7 દિવસ સામાન્ય થી મધ્યમ વરસાદ રહેશે. રાજ્યમાં હાલ 63 ટકા વરસાદ અત્યાર સુધી થઈ ચૂક્યો છે.


Share this Article