ગુજરાતીઓ સાવધાન, હજુ ૪ દિવસ ધોધમાર વરસાદ પડશે, હવે સૌરાષ્ટ્રનો વારો, જાણો નવી ઘાતક આગાહી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : ગુજરાતમાં (gujarat) લાંબા વિરામ બાદ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઇ ગયો છે. શનિવાર રાતથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. પૂર્વી મધ્યપ્રદેશમાં લો પ્રેશર બનતા ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા જિલ્લાના અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે 18 સપ્ટેમ્બર સોમવારના રોજ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. નર્મદા નદીમાં વધતા જતા જળસ્તરને જોતા કાંઠાના અનેક ગામોને એલર્ટ કરાયા છે. આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

 

 

ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે સૌરાષ્ટ્રમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, દાદરાનગર હવેલી અને દાહોદમાં વરસાદની આગાહી છે.  પંચમહાલ, વડોદરા, પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવના છે.

 

18 સપ્ટેમ્બરે આ ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા 18 સપ્ટેમ્બરે એટલે કે આજે ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા, સાંબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

 

 

ગુજરાતના ખેડૂતો આનંદમાં, આજે મેઘરાજા તમને નિરાશ નહીં કરે, અત્ર તત્ર સર્વત્ર ભારેથી અતિભારે વરસાદ પડશે

ગુજરાતમાં ખૂદ ધારાસભ્યની પત્ની અને ઘર સુરક્ષિત નથી તો જનતાનું શું વિચારવાનું, પત્નીને બાંધી રોકડા અને દાગીના બૂચ મારી ગયા

Breaking: વલસાડમાં માનવામાં ના આવે એવી ઘટના, રાત્રે અચાનક અજાણ્યા ઝાટકા આવ્યાં અને ધરતી ફાટી ગઈ, ચારેકોર ફફડાટ

 

19 સપ્ટેમ્બરે કચ્છ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

19 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 20મી તારીખ એટલે કે, બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં  આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

 


Share this Article