રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ ૯.૩૬ ઇંચ વરસાદ તથા પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં ૧૬૩મિ.મી, કેશોદમાં ૧૫૯ મિ.મી, ખંભાળિયામાં ૧૩૦ મિ.મી., આમ કુલ ૪ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૧ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૧૯.૦૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૯.૬૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૫.૫૬ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૪૭.૬૮ ટકા, પૂર્વ ગુજરાતમાં ૪૮.૦૧ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત માણાવદર તાલુકામાં ૧૨૮ મિ.મી., માંગરોળમાં ૧૨૪ મિ.મી., અબડાસામાં ૧૨૨ મિ.મી., જામકંડોરણામાં ૧૧૮ મિ.મી., ધ્રોલમાં ૧૧૭ મિ.મી., જામજોધપુરમાં ૧૧૧ મિ.મી., કલ્યાણપુરમાં ૧૦૫ મિ.મી., મહુવા (ભાવનગર)માં ૧૦૪ મિ.મી., આમ કુલ ૧૨ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકામાં ૯૬ મિ.મી., વંથલીમાં ૯૫ મિ.મી., ઉપલેટામાં ૯૪ મિ.મી., અમરેલીમાં ૮૧ મિ.મી., કોટડા સાંગાણીમાં ૮૦ મિ.મી., ભચાઉમાં ૭૬ મિ.મી., ધોરાજીમાં ૭૫ મિ.મી., આમ કુલ ૧૯ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં ૭૪ મિ.મી., ગોંડલમાં ૭૨ મિ.મી., માળીયા હાટીનામાં ૭૧ મિ.મી., મેંદરડા અને શિહોરમાં ૭૦ મિ.મી., કોડિનારમાં ૬૯ મિ.મી., રાણાવાવમાં ૬૪ મિ.મી., કુતિયાણામાં ૬૧ મિ.મી., હળવદમાં ૬૦ મિ.મી., જામનગરમાં ૫૯ મિ.મી., લાઠીમાં ૫૬ મિ.મી., વિસાવદરમાં ૫૩ મિ.મી., વાપી અને ભિલોડામાં ૫૦ મિ.મી., એમ કુલ ૩૩ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તથા ૧૫૯ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
એક વીડિયો અને મણિપુરના નફ્ફટો બગડ્યાં, મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવી, જાણો અસલી કારણ
28 કિલો સોનું, 1250 કિલો ચાંદી અને હજારો સાડીઓ; જાહો જહાલીમાં આ અભિનેત્રીનો કોઈ જવાબ નથી
મારપીટ, ગાળો અને બેફામ ટોર્ચર…. SDM જ્યોતિ મૌર્યની જેઠાણી પણ પતિથી અલગ થઈ ગઈ
આ ઉપરાંત સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં દેવભૂમિદ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ૩.૭૨ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કલ્યાણપુર તાલુકામાં ૮૦ મિ.મી., રાણાવાવમાં ૪૫ મિ.મી., જુનાગઢ અને જુનાગઢ શહેરમાં ૪૪ મિ.મી., દ્વારકામાં ૨૫ મિ.મી., આમ કુલ ૬ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.