10મી વાયબ્રન્ટ સમિટની ઐતિહાસિક સફળતા, વાયબ્રન્ટ સમિટમાં 41 હજાર 299 થયા રેકોર્ડબ્રેક MoU, મુખ્યમંત્રીએ આપી શુભેચ્છા

Desk Editor
By Desk Editor
Share this Article

Vibrant Summit 2024: 10મી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રેકોર્ડબ્રેક MoU થયા છે. રાજ્યમાં 10મી વાયબ્રન્ટ સમિટમાં 26.33 લાખ કરોડના MoU થયા છે.એટલે કે, 41 હજાર 299 MoU થયા છે. 98 હજાર 540 પ્રોજેક્ટમાં કુલ 45 લાખ કરોડથી વધુના MoU થતા ગુજરાતે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે.

 વાયબ્રન્ટ ગુજરાત સમિટનો નવો રેકોર્ડ

તમને જણાવી દઈએ કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024એ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. અત્રે જણાવી કે, વર્ષ 2022માં કોરોના મહામારીને કારણે મુલતવી રાખવામાં આવેલી વાઈબ્રન્ટ સમિટમાં 57, 241 પ્રોજેક્ટ્સમાં 18.87 લાખ કરોડ રૂપિયાના એમઓયુ થયા હતા.

VGGS2024: બુલેટ ટ્રેન ચલાવવાનો પ્રત્યક્ષ અનુભવ મેળવતા મુલાકાતીઓ, સ્માર્ટ ઇન્ટ્રાસ્ટ્રક્ચરના સ્ટોલમાં મુલાકાતીઓનો જમાવડો

VGGS2024: ઈસરોએ મોટી કરી જાહેરાત, 2040 સુધીમાં લોન્ચ કરશે પોતાનું સ્પેસ સ્ટેશન

VGGS2024: ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB-ન્યૂ ડેવલપમેન્ટ બેંક 500 મિલિયન ડોલર લોન આપશે

જ્યારે જાન્યુઆરી 2024માં યોજાયેલી વાયબ્રન્ટ સમિટની આ 10મી આવૃત્તિમાં 41,299 પ્રોજેક્ટ્સમાં રૂ. 26.33 લાખ કરોડના રોકાણ માટે એમઓયુ થયા છે. આ રીતે ગુજરાતે રૂ. 45 લાખ કરોડથી વધુના રોકાણ માટે કુલ 98,540 પ્રોજેક્ટ માટે એમઓયુની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

 


Share this Article