ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન થઈ ગયુ છે અને ત્યારબાદ હવે મતદાન કરવા રજા વિશે માહિતી આપી છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવા જઈ રહ્યુ છે. હાલ રાજ્યમા મતદાન માટે જનજાગૃતિ કાર્યક્રમ્પ પણ ચાલી રહ્યા છે.
મતદાન માટે રજાની સત્તાવાર જાહેરાત અંગે વાત કરીએ તો રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના આઠમે 1968 ના જાહેરનામા પ્રમાણે ગુજરાત રાજ્યની સામાન્ય વિધાનસભા ચૂંટણી સંદર્ભે એક ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બરના મતદાન નિમિત્તે સંબંધિત જિલ્લાઓમાં જાહેર રજા રહેશે. આ આદેશ ગુજરાત રાજ્યના રાજ્યપાલ હેઠળ લેવામા આવ્યો છે.