ગુજરાત વિધાનસભા ચૂટણીનુ એલાન થઈ ચૂક્યુ છે. તારીખો નજીક આવતા હવે દરેક પાર્ટી પોતાના ઉમેદવારોના લીસ્ટ જાહેર કરી રહી છે. હાલમા ભાજપે પણ 160 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધુ છે. આ બાદ હવે ઉમેદવારોની રાજકીય સફળતા સાથે તેઓ કેટલુ ભણેલા છે તે અંગે પણ લોકો જાણકારી રાખતા હશે. ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં કોણ કેટલુ ભણેલું છે તે વિશે અહી વાત કરવામા આવી રહી છે. માહિતી મુજબ ભાજપે જાહેર કરેલા 160 ઉમેદવારોમાથી 12 ઉમેદવારો તો SSC સુધીનું શિક્ષણ પણ મેળવ્યુ નથી જેમા 2 વર્તમાન મત્રી અને 1 પૂર્વ મંત્રીના નામ સામેલ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે સૌથી ઓછું શિક્ષણ મેળવનાર પ્રદ્યુમનસિંહ જાડેજા, અબડાસાના ઉમેદવાર 4 ધોરણ, 7 ધોરણ સુધી ભણેલા વાંકાનેરના ઉમેદવાર જીતુ સોમાણી, દ્વારકાના ઉમેદવાર પબુભા માણેક, કડીના કરસન સોલંકી, સુરત ઉતરના કાંતિ બ્લરે છે. આઠમું ધોરણ ભણેલા રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર રમેશ ટીલાળા, ધધુકાના કાળું ડાભી છે. 9 ધોરણ સુધીના અભ્યાસ કરેલા બે પૂર્વ મંત્રી વરોછા રોડના ઉમેદવાર કુમાર કાનાણી, ઉમરગામના રમન પાટકર, હાલ મંત્રી જીતુ ચૌધરી કપરાડા, દાતાના લઘુભાઈ પરધી છે.
આ સાથે ભાજપના ઓછું ભણેલા ઉમેદવારોની યાદીમા અમદાવાદની નારણપુરાના જીતેન્દ્ર પટેલ, રાજકોટના 3 ઉમેદવારો 12 સુધી, સુરતના 8 ઉમેદવારોએ ધો. 7થી 12 સુધી, અમદાવાદ સિટીના પાંચ ઉમેદવારોએ ધો. 8થી 12 સુધી, અમદાવાદના ઠક્કરબાપાનગરના કંચનબેન રાદડિયાએ ધોરણ 10 સુધી ભણેલા છે.
આ સિવાય વાત કરીએ ભાજપના શિક્ષિત ઉમેદવારો વિશે તો વડોદરાની બધી બેઠકો પરથી મેદાને ઉતરેલા ઉમેદવારો હાઈલી એજ્યુકેટેડ છે જેમા કોઈ બીએ તો કોઈ સોફ્ટવેર એન્જિનિયર પણ છે. આ સિવાય અમદાવાદમાં પેથોલોજિસ્ટ ડૉ.હસમુખ પટેલ, એનેસ્થેટિસ ડૉ. પાયલ કુકરાણી, પીએચડી ડૉ. હર્ષદ પટેલ, ડો. દર્શિતા શાહે પેથોલેજી, ભાનુબેન બાબરીયા બીએ એલએલબી, કુંવરજી બાવળીયા બીએસ અને જયેશ રાદડિયા બીઈ સિવિલ રાજકારણના મેદાને ઉતર્યા છે.