આજે એક એવી ઘટના સામે આવી કે જે સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે. પત્નીને ક્યાં ખબર હતી કે જેની સાથે સાત ફેરા લીધા છે. તે પતિ લગ્ન જીવનના ટૂંકા સમય ગાળામાં યમદૂત સાબિત થશે. આ ઘટના વલસાડની છે અને ખુલાસો પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં થયો હોવાનું ખુલ્યું છે.
આ કેસમાં વિગતો સામે આવી રહી છે કે વલસાડ જિલ્લાના ઉમરગામમાં રહેતા એક પરિવારની લાડકવાઈ દીકરીના લગ્ન ખાતલવાડા ગામના જોલી નીતિન ભાઈ પટેલ સાથે 13 ડિસેમ્બર 2021ના થયા હતા. જો કે ટૂંકા લગ્ન જીવનના સમય ગાળા દરમિયાન અંબાજી તેમજ માઉન્ટ આબુ ફરવા આવ્યા હતા અને ત્યાં પત્ની રુચિકાની પતિએ ક્રૂરતા પૂર્વક હત્યા કરી હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલતા ચકચાર મચી ગઇ છે.
ગત 9 જાન્યુઆરીના રોજ માઉન્ટની એક હોટલમાં રોકાયેલા પરિવારે રુચિકાની તબિયત બગડી હોવાનું જણાવી ગ્લોબલ દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. જોકે તેઓને ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરતા તેમજ પોસ્ટમોર્ટમ કરતા આજે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રુચિકાની હત્યા ગળું દબાવી કરી હોવાનો ખુલાસો થતા ચકચાર મચી ગઇ હતી.