બનાસકાંઠામાથી પ્રેમસંબંધનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના ઘાનેરામાં એક શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનમાંથી વસ્તુઓ પણ બહાર ફેંકવા લાગી. લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ હંગામા બાદ લોકોએ પોલસીને બોલાવી અને મહિલાની અટકાયત કરી હોવાના સમાચાર છે.
મહિલાના આવા વર્તન પાછળનુ કારણ પ્રેમસંબંધ તૂટી ગયો હોવાનુ કહેવામા આવી રહ્યુ છે. મહિલાના હંગામાના આ દ્રશ્યો બસ સ્ટેન્ડના ત્રિકોણીયા શોપિંગ સેન્ટરના છે. અહી એક પાણીપુરીની લારીવાળા યુવક સાથે મહિલાને પ્રેમસંબધ હતો જે હવે તુટી જતા મહિલા ગુસ્સે થઈ હતી અને દુકાનમાંથી વસ્તુઓ બહાર ફેંકવા લાગી હતી.
યુવકને શબક શીખવાડવા મહિલાએ આવુ વર્તન કર્યુ પણ લોકોએ પોલીસને બોલાવી લેતા મહિલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામા આવી છે. આ સાથે પાણીપુરીની લારીવાળા યુવકની પણ અટકાયત કરી હોવાના સમાચાર છે.