સુરતમાં ગ્રિષ્મા મર્ડર કેસ હજુ ભભુકી રહ્યો છે ત્યા ગાંધીનગરમાં આવી જ એક ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શહેરના માણસા પાસે આવેલા અમરાપૂરમાં યુવકે સગીરાના ગળા પર છરી મુકી હત્યાનો પ્રયાસ કર્યો છે. યુવકે સગીરાને તારા કાકા બોલાવે છે તેમ કહી પહેલા બોલાવી અને પછી નદીના કોતરમાં લઈ ગયો જ્યા સગીરા અને આરોપી વચ્ચે બોલાચાલી થતા યુવકે સગિરાનુ ગળુ કાપવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ આરોપી યુવકનુ નામ સંજય ઠાકોર છે અને તે બન્ને એક જ સમાજના છે. આ બાદ ઘટનાની જાણ થતા ગ્રામજનો ઘટના સ્થળે પહોચી ગયા હતા અને સારવાર માટે ખસેડી હતી. સગિરા 12મા ધોરણમા જ અભ્યાસ કરી રહી હતી. હવે આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી છે અને યુવકની અટકાયત કરી છે. આ યુવક સગિરાનો પ્રેમિ હોય તેવુ કહેવામા આવી રહ્યુ છે.