ગુજરાતમાં સાવર્ત્રિક મેઘ મહેર થઇ છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના વરસાદની જાે વાત કરીએ તો સુરત, તાપી, નવસારીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે. ત્યારે આવો જાેઇએ દક્ષિણ ગુજરાતમાં કેવો છે વરસાદી માહોલ. સુરત ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો. બારડોલીમાં ગરનાળામાં પાણી ભરાયા. સુગર ફેક્ટરી બાબેન ખાતે ગરનાળામાં પાણી ભરાતા કાર ફસાઇ ગઇ હોવાનું સામે આવ્યું.
બારડોલી નગર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ડી.એન નગર ખાતે ઘુટણ સમાં પાણી ભરાયા. સોસાયટીમાં યોજેલ યજ્ઞમાં વરસાદનુ વિઘ્ન પડતા યજ્ઞ કુંડને ટેબલ પર મુકીને આહુતિ આપવામાં આવી. તાપી જિલ્લામાં મેઘરાજા ધોધમાર વરસ્યા. પરિણામે વ્યારા રેલવે અંડરપાસમાં પાણી ભરાઇ ગયા હતા. વાહનચાલકોએ વાહનોને ધક્કા મારવાનો વારો આવ્યો હતો. કણઝા ફાટક, કાકરાપાર રોડ પર પાણી ભરતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
સુરતમાં સવારથી મેઘરાજા મહેરબાન થાય છે. ઉધના નવસારી સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા. રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યા હતા. તો રોડ રસ્તા પાણી પાણી થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમાં પણ ટુવ્હિલરને તો ધક્કા મારવાનો વારો આવ્યો હતો. પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જાેવા મળ્યા હતા. તો આ તરફ સુરતના બારડોલી વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. રોડ રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો.
બારડોલીના ડી.એમ.નગર, ઇ્ર્ં ઓફિસ નજીક પાણી ભરાયા. ઢીંચણસમા પાણી ભરાતા સ્થાનિકોએ મુશ્કેલીમાં મુકાયા હતા.તાપી જિલ્લામાં સાવર્ત્રિક મેઘ મહેર જાેવા મળી. નિઝર અને કુકરમુંડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી જાેવા મળી. તો આ તરફ તાપીના નિઝરમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા.નિઝરના વેલદા ટાંકી વિસ્તારમાં પાણી ભરાયા. રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેમ લાગ્યું.