ભારતમા આજે પણ જૂની રીત-રિવાજો સાથે તહેવારોની ઉઅજવણી કરવામા આવે છે. નવરાત્રી દરમિયાન પણ કઈક આવો જ માહોલ જામનગરમાં જોવા મળી રહ્યો છે. આ પરંપરા અહી 1942થી ચાલી આવે છે.
આ ગરબી જામનગરમાં પટેલ પરિવાર દ્વારા યોજાય છે. એવી માન્યતા છે કે અહીં અહીં ખુદ ‘દેવતા’ રાસ રમવા આવે છે. દેવતાઓનો આ ખાસ વેશભૂષા રાસ જોવા લોકો ઉમટી પડે છે.
જામનગર શહેરના લીમડા લાઇન પાસે આવેલા શ્રી ભારત માતા આદર્શ ગરબી મંડળ દ્વારા આ રીતે નવરાત્રીની ઉજવણી છેલ્લા 63 વર્ષથી ચાલી રહી છે.
63 વર્ષથી સાંસ્કૃતિક ઢબે ચાલી રહેલી આ ગરબીની વિશેષતા એ છે કે અહી દેવતાઓના વસ્ત્રો અને વેશ પરિધાન કરી યુવાનો માતાજીની આરાધના કરે છે.