ભવર મીણા, પાલનપુર: રાજ્યના અમદાવાદ,કચ્છ, સૌરાષ્ટ્ર વિસ્તાર વરસાદથી તરબોળ થઈ ગયો છે તો વળી ઉત્તર ગુજરાતમાં મન મૂકીને વરુણ દેવ પડતા ન હોવાથી લોકો હજી વરસાદની કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે.
બનાસકાંઠ માં 14 તાલુકા ઓ પૈકી 4માં નોંધપાત્ર જ્યારે બાકી ના વિસ્તાર માં ઝરમરીયો વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠા જિલ્લા માં વરસાદ મનમૂકી ને વરસતો ન હોવાથી લોકો વરસાદની કાંગડોળે રાહ જોઈ રહ્યા છે તો વળી ઝરમરીયો વરસાદ રહેતા કેટલાક ખેડૂતોના ખેતરમાં પડેલી મગફળી,બાજરી બગડી રહી છે.
અત્રે ઉલ્લેખનીયછેકે,પાલનપુરમાં વરસાદ પડતાં હાઇવે તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા હતા