અમદાવાદ શહેરમાં આવેલા ઈસ્કોન બ્રિજ ઉપર એક કાર અને ડમ્પરનો અકસ્માત થયો હતો. જેને જોવા ટોળું ઉભું થયું હોઈ ત્યારે એક નબીરાએ પોતાની કાર પુરઝડપે ચલાવી અને ટોળા સાથે અકસ્માત સજર્યો હતો. જેમાં 9 લોકોના મોત થયા હતા. તથ્ય પટેલ નામાના નબીરાએ પોતાની કારથી અડફેટે લેતા અભ્યાસ માટે આવેલા બોટાદના ત્રણેય યુવાનોના મોત થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બોટાદના ત્રણ યુવાનો અમદાવાદ ખાતે અભ્યાસ માટે આવ્યા હતા .જયારે બે યુવાનોના બોટાદમાં જ્યારે એક યુવાનનું તેના મૂળ વતન ચુડા પાસેના ચાસ્કા ગામે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેરમાં આવેલા ઈસ્કોન બ્રિજ ઉપર અકસ્માત સજર્યો હતો. જેમાં 9 લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય લોકોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. ત્યારે આ અકસ્માતમાં બોટાદ શહેરમાં રહેતા ત્રણ યુવાનોના મોત નિપજ્યા છે અને મોતના સમાચારથી પરિવારજનોને મળતા જ ગમગીની છવાય ગઈ હતી. આ ત્રણ યુવાનો અમદાવાદ ખાતે અભ્યાસ માટે આવ્યા હતા.
બોટાદના યુવાનોના મોત થયા છે તેમાં કુણાલ નટવરભાઈ કોડિયા (ઉ.વ. 23) જે મોરારી નગરમાં રહે છે તે બી.ડી.એ ના અભ્યાસ માટે અમદાવાદ આવ્યો હોય છેલ્લા 5 વર્ષથી ત્યાં જ રહેતો હતો. જેમાં બે ભાઈઓ અને એક બહેન છે જેમાં કુણાલ બીજા નંબરનો પુત્ર છે.
રોનક રાજેશભાઇ વિહલપરા (ઉ.વ.21) જે સિવિલ એન્જિનિયરના અભ્યાસ માટે છેલ્લા 2 વર્ષથી અમદાવાદ છે. જેઓ બે ભાઇઓ છે જેમાં રોનક મોટો ભાઈ છે તેના પિતા મોટર રિવાઇન્ડિગની દુકાન ચલાવે છે.
એક વીડિયો અને મણિપુરના નફ્ફટો બગડ્યાં, મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવી, જાણો અસલી કારણ
28 કિલો સોનું, 1250 કિલો ચાંદી અને હજારો સાડીઓ; જાહો જહાલીમાં આ અભિનેત્રીનો કોઈ જવાબ નથી
મારપીટ, ગાળો અને બેફામ ટોર્ચર…. SDM જ્યોતિ મૌર્યની જેઠાણી પણ પતિથી અલગ થઈ ગઈ
અક્ષર અનિલભાઈ ચાવડા બી.ડી.એનો અભ્યાસ અમદાવાદ કરતો હતો અને તેના પિતા ખેતીકામ કરે છે. તેને એક ભાઈ અને એક બહેન છે. અક્ષર તેના માતા-પિતાનો એકનો એક પુત્ર છે.બોટાદના આ યુવાનોના મૃતદેહ બોટાદ તેમના ઘરે લાવામાં આવ્યા ત્યારે પરિવારજનો અને સગા સંબંધીઓ પાર આભ ફાટી પડ્યું હતું. ત્યારે યુવાનોની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એક યુવાનની બોટાદ સ્મશાન અને બીજા યુવાનની સમઢીયાળા ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.