મોરબીમાં ઝુલતા પુલના કટકા થયા અને અકસ્માત કેસમાં વહીવટીતંત્રે દેખાવની કાર્યવાહી કરી છે. મોરબીમાં પુલ નદીમાં પડી જવાની ઘટના બાદ મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઝૂલતો પુલ તૂટતાં 400 જેટલા લોકો પાણીમાં ડૂબ્યા હતા, જેમાં 50થી વધુ બાળકો સહિત 135 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના મામલે બસ ખાલી આટલી જ કાર્યવાહી કરી. જેમાં મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે હોનારત બની ગયાના પાંચ દિવસ પછી ચીફ ઓફિસરને માત્ર સસ્પેન્ડ જ કરાયા હોવાથી આ કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. અને લોકોને ક્યાંકને ક્યાંક ન્યાન ન મળ્યો હોય એવી લાગણી દેખાઈ રહી છે.
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં સંચાલક કંપની ઓરેવા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઓરેવા કંપનીએ ઓફિશિયલી જાણ કર્યા વગર જ લોકોને બ્રિજ પર જવા દીધા હતા. સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે નગરપાલિકાનો ઝૂલતો પુલ જે અતિજર્જરિત હાલતમાં હતો. એ સમયે ત્યારે લોકો માટે વપરાશ બંધ કરવામાં આવ્યો હતો. ઓરેવા ગ્રુપ છે એ અજંતા ઓરેવા ગ્રુપ એના દ્વારા આ ઝૂલતા પુલને ફરીથી સ્થાપિત કરવા માટે મેઇન્ટેનન્સ અને સમારકામ તૈયારી દર્શાવી હતી. એ અનુસંધાને કલેક્ટરની પણ મીટિંગ થયેલી હતી. એમાં એના દર નક્કી કરીને આ એગ્રીમેન્ટ કરીને એને સુપરત કરવાની કાર્યવાહીનો અનુરોધ થયો હતો. જેથી ચીફ ઓફિસરની સંદિપસિંહ ઝાલા બેદરકારી સાબિત થતી હોવાથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.