Gujarat News: 22 ફેબ્રુઆરી એટલે કે આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનનાં આગમનને લઈ અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડ્યું છે. પીએમ મોદીનાં કાર્યક્રમને લઈ અમદાવાદ શહેર પોલીસે સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જનપથ ટી થી લઈને મોટેરા સ્ટેડિયમ સુધી રસ્તો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. એટલે આજે અમદાવાદીઓને અને ગાંધીનગરથી આવતા લોકોને ખાસ આ વાતનું ધ્યાન રાખવું પડશે.
22 ફેબુઆરીના કાર્યક્રમ ને ધ્યાનમાં લઈને અમદાવાદ પોલીસ દ્વારા સ્ટેડિયમ બહાર લોખંડી બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. તો વળી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરને નો ડ્રોન ફલાયિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે જે જાહેરનામું સવારના 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી અમલી રહેશે.
આજે પ્રધાનમંત્રી મોદી અમુલના 5 નવા પ્રોજેક્ટ શુભારંભ કરાવશે. ગુજરાત કોપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે GCMMFના 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ૫૦ વર્ષ પૂર્ણ થતા એક વિશાળ સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે સવા લાખ ખેડૂતો ઉપસ્થિત રહેવાના છે. આ સંમેલન અમદાવાદ મોટેરા ખાતે આવેલા સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજવામાં આવશે. આ બાબતે ગુજરાત મિલ્ક ફેડરેશનનાં મેનેજીંગ ડિરેક્ટર જયેન મહેતાએ પણ વિગતે વાત કરી હતી.
શું તમે પણ સોનું-ચાંદી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? મહાશિવરાત્રી પહેલા મહા ફેરફાર, જાણો આજનો ભાવ
મહેતાએ કહ્યું કે અમારા ફેડરેશન સાથે સંકળાયેલા 18 સંઘ છે. દરેક ડેરીમાં ઘણું નવું નવું કામ થઈ રહ્યું છે. જેથી વધારે માત્રામાં દૂધનું પ્રોડક્શન થઈ શકે તેમજ નવા પ્રોડક્ટ બની શકે. સાબર ડેરી ખાતે 600 કરોડનાં ખર્ચે ચીઝ પ્લાન્ટનું ખાતમુર્હત વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. તેનું ઉદ્ઘાટન આજે થઈ રહ્યું છે. સાથે સાથે અમૂલ ડેરી આણંદ ખાતે ચોકલેટ પ્લાન્ટનું વિસ્તરણ થઈ રહ્યું છે.