Cricket News: હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે અમદાવાદમાં વર્લ્ડ કપ મેચ માટે ખાનગી પાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા ખાનગી પાર્કિંગ પ્લોટમાં પાર્કિગ ચાર્જ ટુ વ્હીલરના રૂ.50 અને કારના રૂ.200 હતા. હવે વાહન પાર્કિંગ માટે લોકોએ ટુ-વ્હીલર માટે રૂપિયા 100 અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ ચૂકવવાનો રહેશે. પાર્કિગ માટે એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. વાહનચાલકો Show My Parking નામની એપ્લિકેશન મારફતે ઓનલાઈન પાર્કિંગ બુક કરાવી શકે છે.
વર્લ્ડ કપ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો સાથે મેચ જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચશે. ત્યારે દર્શકોને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. સ્ટેડિયમના અડધો કિલોમીટરથી લઇને અઢી કિલોમીટર સુધી વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલરના પાર્કિંગ માટે અલગ અલગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ સહિત 5 મેચો રમાશે. ત્યારે અમદાવાદમાં વર્લ્ડ કપ મેચ માટે વાહનોના પાર્કિગ ચાર્જમાં વધારો થયો છે. ખાનગી પાર્કિંગ ચાર્જમાં રૂ.50નો વધારો કરાયો છે. વાહન પાર્કિંગ માટે લોકોએ ટુ-વ્હીલર માટે રૂપિયા 100 અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ ચૂકવવાનો રહેશે.
વર્લ્ડ કપ 2023ની ભારત પાકિસ્તાન સહિતની અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ પાંચ જેટલી મેચો રમાવવાની છે. ત્યારે તમામ મેચો માટેની ઓનલાઇન ટિકિટ બુક માય શો ઉપરથી ખરીદવાની હોય છે. પરંતુ આ વખતે એવો નિયમ બહાર પાડ્યો છે કે ઓનલાઇન બુકિંગ કર્યા બાદ ફિઝિકલ ટિકિટ મેળવવાની રહે છે. જેના માટે bookmyshow દ્વારા આજથી ફિઝિકલ ટિકિટ આપવાની શરૂઆત કરવામાં આવી છે. કુલ સાત જેટલા કાઉન્ટર રાખવામાં આવ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન મેચ જોવા માટો લોકો ક્યારના રાહ જોઈ રહ્યા છે.
ટિકિટ ક્યાંથી મેળવવાની એને લઈને હાલમાં જ મોટા સમાચાર સામે આવ્યા છે કે શહેરના ગાંધીનગર હાઇવે પર 4D સ્ક્વેર મોલમાં જલસા બેન્કવેટ અને નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ એમ બે જગ્યાએથી ફિઝિકલ ટિકિટ લેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.