જેમાં તમને કંઈ જ ના સમજાય એનું નામ રાજકારણ. હાલમાં ગુજરાત રાજકારણમાં પણ કંઈક એવું જ જોવા મળી રહ્યું છે. હાર્દિક પટેલ આજે ભાજપમાં જોડાવાનો છે. ત્યારે હાર્દિકના પ્રવેશને લો પ્રોફાઇલ રાખવાનો ભાજપનો પ્રયાસ સામે આવી રહ્યો છે અને લોકો કહી રહ્યા છે કે અત્યારથી જ તેને વેતરવાનું શરૂ કરી દીધું છે. જેમાં હાર્દિક પટેલના આગમન ટાંણે CM ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે નહીં એવું સામે આવ્યું છે. માત્ર આટલું જ નહીં પણ અખબારી યાદીમાં ભાજપે હાર્દિકના નામનો ઉલ્લેખ કર્યો જ નથી.
આ સમયે સુત્રો દ્વારા પણ એક મોટી માહિતી પ્રાપ્ત થઇ છે કે હાર્દિક પટેલને શક્તિપ્રદર્શનની સ્પષ્ટ ના પાડી દીધી છે. કારણ કે એક સમયે હાર્દિકે જ ભાજપ સામે બાંયો ચડાવી હતી અને આંદોલનમાં ઉતર્યો હતો. પોસ્ટરમાં હાર્દિકે પોતાની જાતને ‘યુવા હૃદય સમ્રાટ’ ગણાવ્યો છે. જેમાં અમદાવાદ, વડોદરા સહિતના શહેરમાં પોતે જ સ્વમેળે પોસ્ટરો માર્યા છે. તેમાં કાર્યકર્તાઓએ જણાવ્યું છે કે સ્વઘોષિત યુવા નેતા હાર્દિકનું ભાજપમાં કદ વેતરાશેલ એ વાત નક્કી છે. તેમજ નાખુશ આંદોલનકારી પાટીદારો વિરોધ કરે તે પહેલાં પોલીસ ખડકાઈ છે.
માહિતી સામે આવી રહી છે કે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ જ્યારે આજે ભાજપમાં કેસરિયા કરવાના છે, ત્યારે જ રાજ્યના પાટીદાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ હાજર નહીં રહે એવું કહેવામાં આવ્યું છે. ભાજપના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે હાર્દિકના પ્રવેશને લો પ્રોફાઇલ રાખવાનો ભાજપનો પ્રયાસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં જ હોવા છતાં પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના કાર્યક્રમમાં હાજર નહીં રહે એ વાત સામાન્ય રીતે કોઈને પણ સમજમાં આવે એવી છે. મુખ્યમંત્રી હાજર નહીં રહીને તેમને આડકતરી રીતે મોટા રાજકીય સંકેતો આપી દીધા છે.