ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે લોકો તાપણું અને ગરમ કપડાનો સહારે જીવી રહ્યા છે. આજે વહેલી સવારે પણ ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે. નલિયાનુ 6.1 ડિગ્રી અને ડીસામાં 10 ડિગ્રી નોંધાયુ છે.. રાજ્યમાં સતત હિમાલયના બર્ફીલા પવનની અસર અનુભવાય રહી છે. થર થર કંપાવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થતા ઠંડીમાં ઘટાડો થશે.
હિમાલયના બર્ફીલા પવનની અસર
જો કે આગામી 2 દિવસ હજુ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા હોવાનુ હવામન વિભાગે જણાવ્યુ છે. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ 2 દિવસ અમદાવાદ, ગાંધીનગરમાં દિવસનું તાપમાન 26 ડિગ્રી અને એક અઠવાડિયામાં હજુ 2થી 3 ડિગ્રી પારો ગગડશે. આ સાથે આજના તાપમાનની વાત કરીએ તો નલિયામાં 6.1, ડીસામાં 10, ભુજમાં 10.2, દાહોદમાં 11.6, રાજકોટમાં 11.9, અમરેલીમાં 13.8, જૂનાગઢમાં 13.9, ગાંધીનગરમાં 14, અમદાવાદમાં 14.1, વડોદરામાં 14.2, જામનગરમાં 14.8, સુરતમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા
ઉતરી પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હાલ ઠંડીમાં ખુબ વધારો થયો છે. લોકો ઠુઠવાઈ રહ્યા છે. પવનને કારણે ઠંડીનો વધુ અહેસાસ થઈ રહ્યો છે. પવનની ગતિ 18 km પ્રતિ કલાકની છે. અમદાવાદમા સીઝનનું સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાના પણ અહેવાલ છે. તો નલિયામાં સૌથી ઓછા તાપમાન 2 ડિગ્રી સાથે કોલ્ડવેવ નોંધાયું. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે અને ઠંડીમાં સામાન્ય ઘટાડો થશે.