ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતોને મોટી ખુશખબરી આપવા જઈ રહી છે. સમાચાર મુજબ જંત્રી દરને લઈને 11 વર્ષ બાદ ફેરફાર થઈ શકે છે. સરકારે જાન્યુઆરી-2023માં જંત્રી સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે અને આ માટે મહેસૂલ વિભાગ દ્વારા સ્ટોક હોલ્ડર્સ સાથે મિટિંગ ચાલી રહી છે. આ સાથે સ્ટોક હોલ્ડર્સ અને અધિકારીઓ સાથે સૂચનોને લઈને કલેક્ટરોને પણ સૂચના આપી દેવાઈ છે. સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્સને પણ આમા સાથે જોડવામા આવ્યુ છે.
સરકારે જાન્યુઆરી-2023માં જંત્રી સર્વેની કામગીરી શરૂ કરી દીધી
મળતી માહિતી મુજબ કલેકટરની સ્ટોક હોલ્ડર્સ અને અધિકારીઓ સાથે મિટિંગ બાદ સૂચનો અને રજૂઆત, કલેક્ટરના અભિપ્રાય સાથે તમામ રિપોર્ટ વિભાગને મોકલાયા છે. આ સાથે હાલ સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન તંત્ર વિવિધ વિસ્તારમાં જમીનના ભાવ નક્કી કરશે. આ પહેલા માર્ચ-2011માં જંત્રીના સુધારેલા દર અમલમાં મૂકયા હતા.
જંત્રી દરને લઈને 11 વર્ષ બાદ ફેરફાર થઈ શકે છે
આ સાથ્ગે વાત કરીએ મહેસૂલ વિભાગના ઠરાવની તો જંત્રી રિવિઝનની કાર્યવાહી દર વર્ષે હાથ ધરીને દર વર્ષે નવી જંત્રી બહાર પાડવાનું નક્કી કરાયેલું છે જો કે, આ બાદ લાંબા સમયથી છેલ્લા 11 વર્ષથી તેમાં કોઈ ફેરફાર કરવામાં ન આવતા ભાવ સતત વધતા રહ્યા છે. વાત કરીએ 2019ની તો આ દર્મિયાન જાન્યુઆરી-2023માં જ જંત્રી સર્વેની કામગીરી શરૂ કરવા સરકારે નિર્ણય લીધો છે.
જેટ સત્ર દરમિયાન આ મામલે જાહેરાત કરવામાં આવી શકે છે
કહેવામા આવી રહ્યુ છે કે આગામી બજેટ સત્ર દરમિયાન આ મામલે જાહેરાત કરવામાં આવી શકે છે. આ કામગીરીમા અત્યારે સૌથી મોટી મુશ્કેલી એ છે કે 11 વર્ષ જૂન દર અને હાલના બજાર ભાવમાં મોટો ફરક છે, સરકારેને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં ભારે નુકશાનમા છે અને આવકમા પણ વધારો છે.
આ ભેંસનુ વીર્ય છે ખૂબ જ મૂલ્યવાન, માલિક બની ગયો આજે કરોડપતિ, દર મહિને કમાય છે આટલા લાખ રૂપિયા
સરકારના આ નિર્ણયની ખેડુતોને થતી અસર અંગે વાત કરીએ તો રાજ્ય સરકારના કે કેન્દ્ર સરકારના બુલેટ ટ્રેન, નેશનલ હાઇવે સહિતના મોટા પ્રોજેક્ટમાં જમીન સંપાદન કરવા સમયે બિનખેતીના કામમાં ખેતીની જમીન ખરીદાય તો ખેડુતોને જંત્રીના દર નીચા હોવાથી નુકશાન થતું. ખાસ કરીને આ અગાઉ દક્ષિણ ગુજરાતમાં આવા પ્રશ્નો સામે આવતા રહ્યા છે. સરકારમાં જંત્રીના દર વધારવા રજૂઆતો થતી રહી છે.