અમદાવાદ રાજકોટ હાઈવેને લઈ વિવાદ વધ્યો, હવે જય વસાવડા અને આર જે દેવકી સામસામે, જાણો કોણે શું કહ્યું

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવવા માટે હાઇવેને ફોરલેનમાંથી સિક્સલેન બનાવવામાં આવી રહ્યો છે. જેની મંજૂરી કેન્દ્ર સરકારે વર્ષ 2018માં આપી હતી. આ હાઇવેનું કામ વર્ષ 2020માં પૂર્ણ થવાનું હતું. પરંતુ હજુ સુધી થયું નથી. છેલ્લા 5-6 વર્ષથી આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને તેના લીધે હાઈવે પર કેટલાય ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયાની વિગતો પણ સામે આવી આવી હતી. જેને લઈને અનેક માહિતી ફરતી થઇ હતી. જેમાં આર જે દેવકી અને જય વસાવડાના મંતવ્યો સામે આવ્યા છે.

ત્યારે લેખક જય વસાવડાએ ટ્વીટ કરી લખ્યું છે કે, રાજકોટ અમદાવાદ હાઈ વે સિક્સ લેન થવાની શરૂઆત થઈ ત્યારથી એ મુસાફરી એટલી ત્રાસજનક થઈ ગઈ છે કે ક્યારેક થાય કે જૂના ફોર લેનમાં વધુ ઝડપથી પહોંચી શકાતું હતું. એક તો ગોકળગાય ને ઉસેન બોલ્ટ કહેવડાવે એવું એ કામ કોવિડ પહેલાથી ચાલ્યા જ કરે છે. પૂરું જ નથી થતું. ધુમાં લખ્યું છે કે, વર્ષોથી અઢળક ખૂણા કાઢેલા ડાઈવર્ઝન છે, જે અજાણ્યા માટે રાતના જીવલેણ બને. નવા રોડ પર પણ દર ચોમાસે ખાડા પડે છે અને પછી થીગડાં લાગે છે. કોઈ કારણોસર જ્યાં હાઈ વે પર ઢોર બેઠેલા હોયને માણસોની અવરજવર રસ્તો ક્રોસ કરવા હોય એ ચોટીલા પાસે અકસ્માતના ભય છતાં ફ્લાયઓવર જ નથી ! બાવળા ને ચાંગોદર પાસે પણ ભીડ થાય છે. આનંદીબહેને ટાર્ગેટ પૂરો થયા પછી અન્યાયી રીતે ઉઘરાવાતા નાના વાહનોના ટોલ ને જાકારો આપ્યા પછી પણ નવું ટોલ નાકું ચણાઈ ચૂક્યું છે. પણ રોડ બનતો નથી !

https://www.instagram.com/reel/CuAB3DLgI3m/?utm_source=ig_web_copy_link

ત્યારે આર.જે દેવકીએ એક વીડિયોમાં કહી રહી છે કે , એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે, અમદાવાદ – રાજકોટ હાઈવેને અવોઈડ કરવો. મેં પાંચ જગ્યાએ પૂછી પછી કન્ફર્મ કરી રહી છુ કે, અમદાવાદ – રાજકોટ હાઈવે લીંબડી બ્રિજ પર એક ભૂવો પડ્યો છે એ વાત સાચી છે, ગઈકાલ રાતથી આવી સ્થિતિ છે તે વાત પણ સાચી તેમજ એ ભૂવા રિપેર કર્યો હતો અને ફરી ભૂવો પડ્યો છે. જેને લઈને હેરાનગતિ થઇ રહી છે. પરંતુ અત્યારે આખી રાત ટ્રાવેલ નહી થાય એ મેસેજ વાયરલ થયો છે તે મેસેજથી ચિંતા કરવાની જરૂર નથી

https://www.instagram.com/reel/CuBkip1AYtG/?utm_source=ig_web_copy_link

આર.જે દેવકીનો રાજકોટ – અમદાવાદ હાઈવે મામલે અધિકારી સાથે વાતચીતનો એક ઓડિયો સામે આવ્યો છે જેમા અધિકારી જણાવી રહ્યા છે કે ભારે વરસાદ વરસ્યો છે, જેને લઈ લીબડી વિસ્તારમાં પાણી ભરાયા છે.

OMG! ભારતીય મહિલાઓ પાસે ઘરના કબાટમાં છે 100 લાખ કરોડનુ સોનુ, વિશ્વની ટોચની 5 બેંકો કરતાં પણ વધારે

ચોમાસું વિનાશકારી વરસાદનું કારણ બન્યું, છતાં 47% ભારત સૂકુ ને સૂકુ જ પડ્યું, બગડતા હવામાનને લઈને વિજ્ઞાનીકો ટેન્શનમાં

જેમાં તમામ વાહન ચાલકો એ પાણીમાંથી પસાર થવામાં ડર હોય જેને લઈ બે લેન કરિયરનો તમામ એક લેન કરિયર પર વાહનો આવી ગયા જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. અધિકારીએ જણાવ્યું કે, ત્રણ કિમી જેટલો વાહનનો ટ્રાફિક થયો હતો જે દૂર કરી દીધો છે તેમજ હવે સોલ્યુશન માટે અમે ત્યાં એક મોટર પણ મુકી દીધી છે.


Share this Article