અનાથાશ્રમમાં કે આશ્રમશાળાઓમાં મોટી થયેલી દીકરીઓનુ કન્યાદાન કરવા આજે રાજ્યના શિક્ષણ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને તેમના મોટા ભાઈ ડૉ.ગીરીશભાઈ વાઘાણી પહોચ્યા હતા. આ દીકરીઓ તાપીબાઈ વિકાસ ગૃહમાં રહીને મોટી થઈ છે. તેમણે પહેલા ગુંજન અને પુનમ બન્નેના પાલક માતા-પિતા તરીકેની ફરજો પૂરી કરી અને હવે તેમના લગ્ન ધામધૂમથી યોજાયા છે.
મળતી માહિતી મુજબ વિદ્યાનગર ખાતે આવેલ વિશુદ્ધાનંદ સંસ્થામા આ પ્રસંગ રાખવામા આવ્યો હતો. આ લગ્ન પ્રસંગદરમિયાન મંત્રીજી જાતે લગ્નના માંડવે પધારેલા સાજનની આગતા-સ્વાગતા કરી અને બન્ને દીકરીઓના મંડપ, પૂજાવિધીમા જોડાયા હતા. જીતુ વાધાણીની સાથે તેમનો સમગ્ર વાઘાણી પરિવાર પણ આ પ્રસંગમાં હાજર રહો હતો.
આ પ્રસંગે જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, તાપીબાઈ ગૃહની દીકરીઓ અનાથ નથી. સમગ્ર સમાજ તેમનો વાલીઓ છે અને મેં અને મારા પરિવારે યથાશક્તિ સેવા ભાવથી આ લગ્ન કરાવ્યાં છે. આ સાથે સંસ્થાના અગ્રણી ડૉ.ગીરીશભાઈ વાઘાણીએ કહ્યુ હતુ કે સમાજ શ્રોષ્ઠીઓના ટેકા આવાં સત્કાર્યો સફ્ળ થતાં હોય છે. 125 આવી દીકરીઓના લગ્ન આ અગાઉ કરવામાં આવ્યાં હતા.